• સુરતનો ડુમસ બીચ રાજ્યભરના સહેલાણોને આકર્ષે છે
  • મહિનામાં અઠવાડિયામાં જ ડુમસ બીચ પર એક બે નહીં પણ 3-3 કાર પાણીમાં ડૂબી ગઈ હોવાની માહિતી સામે આવી
  • કારને વચ્ચેવચ લઇ ગયા બાદ ચાલકો મુશ્કેલીમાં મુકાય છે

WatchGujarat. કોરોનના કેસો કાબુમાં આવ્યા પછી સુરતીઓ માટે હરવા ફરવા માટે જાણીતા ડુમસ બીચને ખુલ્લું મુકવામાં આવ્યું છે. દોઢ વર્ધથી ઘરમાં કેદ થયરલ સુરતીઓને પણ ફરવા માટેનું ભાનુ જ જોઈતું હતું જેથી વિકેન્ડ કે રજાના દિવસોમાં સુરતીઓ પરિવાર કે મિત્રો સાથે ડુમસ પહોંચી જાય છે. પરંતુ કેટલીકવાર ફરવાની મજા મુશ્કેલી પણ ઉભી કરી શકે છે. અને ડુમસ બીચ પર છેલ્લા 15 દિવસમાં જે બનાવ બન્યા એ ચોંકાવનારા છે.

જોકે આ જોખમી એટલા માટે પણ હોય શકે છે કે આ ત્રણ કિસ્સામાં કાર ચાલક અને તેની સાથે રહેલા વ્યક્તિઓએ પોતાનો જીવ બચાવી લીધો પણ કારનું નુકશાન સહન કરવું પડ્યું. પણ જો કોઈકવાર વાહનમાલિકનું ધ્યાન ન રહે તો જીવથી હાથ ગુમાવવાનો પણ વારો આવી શકાઈ છે.

જો તમે ડુમસ બીચ પર પોતાની ફોર વ્હીલ કાર લઈને ફરવા જવાનો વિચાર કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. એટલા માટે કે આ મહિનામાં અઠવાડિયામાં જ ડુમસ બીચ પર એક બે નહીં પણ 3-3 કાર પાણીમાં ડૂબી ગઈ હોવાની માહિતી સામે આવી છે. પહેલી કાર ડૂબી હતી 2 જુલાઈ શુક્રવારે, બીજી કાર ડૂબી હતી 11 જુલાઈએ અને ત્રીજી કાર ડૂબી હતી 15 જુલાઈએ. આ ત્રણેય કાર અલગ અલગ છે. કારણ માલિકો પણ અલગ અલગ છે. પણ તેમની ભૂલ એક જ સરખી કરી અને એ છે કે ડુમસ બીચ પર પાણી ઓછું છે એમ સમજીને કારણે વચ્ચોવચ્ચ લઇ જવાની. ભરતીનું પાણી નહિ આવે એવું માનીને તેઓ કારને બીચની અંદર લઇ ગયા અને જયારે પાણી આવ્યું ત્યારે કાર  બહાર કાઢવા માટે તેમની પાસે કોઈ રસ્તો ન બચ્યો. આખરે ક્રેઈન કે અન્ય મદદ લઈને કારને બહાર કાઢવી પડી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud