• સુરતના વિવિધ વિસ્તારોમાં સાયલન્સર ચોરી થવાની ઘટના સામે આવતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો
  • પોલીસે તપાસ હાથ ધરતા આખી ગેંગને ઝડપી પાડી
  • જલ્દી પૈસા કમાવવા માટે ગેંગની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ એક તબક્કે હેરાન થઇ ગઇ
  • સમગ્ર મામલે કિંમતી ધાતુ સહિત રૂ. 1.22 લાખની મત્તા પોલીસે કબ્જે કરી

WatchGujarat. સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી છેલ્લા કેટલાય દિવસોથી કારમાંથી સાયલેન્સર ચોરાવવાની ઘટનાઓ સામે આવતી હતી. ત્યારે સલાબતપુરા પોલીસે આ ટોળકીને ઝડપી પાડી છે. પોલીસે આ ગુનામાં 4 લોકોની ધરપકડ કરી છે અને સુરતના 6 પોલીસ મથકના ભેદ ઉકેલી કાઢ્યા હતા જો કે પોલીસ તપાસમાં હજુ પણ ગુનાના ભેદ ઉકેલાઈ તેવી શક્યતા રહેલી છે.

સુરત શહેરમાં છેલ્લા બે મહિનાથી અલગ અલગ વિસ્તારમાં પાર્ક રહેલી કારોમાંથી સાયલેન્સર ચોરી કરી ડુપ્લીકેટ સાયલેન્સર ફીટ કરી દેવાની ઘટનાઓ સામે આવી રહી હતી. એક પછી એક આ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ હરકતમાં આવી  હતી. અને આ મામલે તપાસ શરુ કરી હતી. દરમિયાન સલાબતપુરા પોલીસે આ ગેંગને ઝડપી પાડી છે. પીઆઈ એમ.વી.કિકાણીએ આ ગેંગને ઝડપી પાડી છે. પોલીસે આ ગુનામાં કમેલા દરવાજા ખાતે રહેતા અર્શદ રફીક શેખ, મોહમદ સલમાન મોહમદ સલીમ સીદીકી, વહીદ રઉફ શેખ અને અલ્પેશ ભાઈલાલ ભાઈ વાઘેલાને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી ચોરીમાં ગયેલા સાયલેન્સરમાંથી ચોરી કરેલું 60 હજારની કિમતનું પ્લેટેનિયમ ધાતુ અને એક કાર મળી કુલ રૂ. 1.22 લાખની મત્તા કબજે કરી હતી.

6 પોલીસ મથકના ગુનાના ભેદ ઉકેલાયા 

પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા સલાબતપુરાના બે, મહિધરપુરા, અઠવા, વરાછા, પુણા પોલીસ મથકમાં નોંધાયેલા આ પ્રકારના ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.  જો કે પોલીસને શંકા છે કે આ મામલે હજુ પણ બીજા અન્ય ગુનાના ભેદ ઉકેલાઈ શકે તેમ છે, જેને ધ્યાને રાખીને પોલીસે મામલે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

શોર્ટકટમાં રૂપિયા કમાવવા હતા જેથી ચોરી કરતા હતા

પોલીસ તપાસમાં આરોપીઓને શોર્ટકટમાં રૂપિયા કમાવવા હતા. અને આ પ્રકારની ચોરી કરવા માટેની ટીપ્સ અલ્પેશ વાઘેલાએ આપી હતી. અને આરોપીઓ સાયલેન્સર ચોરી કરી તેમાંથી કીમતી ઘાતુ કાઢી અલ્પેશ વાઘેલાને આપતા હતા. પોલીસે જણાવ્યું હતું કે સયાલેનેસરમાંથી કીમતી ધાતુ 18 – 20 હજાર રૂપિયાની ઉંચી કીમતે વેચાય છે, જેથી આરોપીઓ આ પ્રકારની ચોરી કરતા હતા.

માત્ર ઇકો કારને જ નિશાન બનાવતા હતા 

પોલીસ તપાસમાં આરોપીઓ ઇકો ફોરવ્હીલ કારને નિશાન બનાવતા હતા. તેઓ સૌ પ્રથમ રેકી કરતા હતા અને તકનો લાભ લઇ ઓરીજીનલ સાયલેન્સરની ચોરી કરી તેની જગ્યાએ ડુપ્લીકેટ સાયલેન્સર ફીટ કરી દેતા હતા. અને ઓરીજીનલ સાયલેન્સરમાંથી કીમતી ધાતુ કાઢી લીધા બાદ તે વેચી દેતા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud