• સુરત સીટીને ટેક્સટાઈલ હબ ગણવામાં આવે છે
  • સલાબતપુરા વિસ્તારમાં આવેલી શિવ શક્તિ માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા કાપડ વેપારીને એક કિશોર પાર્સલ આપી ગયો
  • મામલે પોલીસને જાણ થતા ઉચ્ચ અધિકારીઓ દોડતા થઇ ગયા

WatchGujarat. સુરતમાં કાપડ વેપારીને એક કિશોર પાર્સલ આપી ગયો હતો. પાર્સલમાંથી પિસ્તલ અને જીવતા કારતુસ નીકળ્યા હતા સાથે જ ધમકી ભરી ચીઠી પણ મળી આવી હતી. જેમાં ૩ કરોડની ખંડણી માંગી હોવાની માહિતી મળી હતી. જે કિશોર પાર્સલ આપી ગયો હતો તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો બીજી તરફ આ મામલે પોલીસ તપાસ શરુ થઇ છે

સુરત સીટીને ટેક્સટાઈલ હબ ગણવામાં આવે છે. અને કાપડ માર્કેટમાં કરોડો રૂપિયાનો રોજનો વેપાર થાય છે. ત્યારે સુરતમાં એક કાપડ વેપારીને ધમકી આપી ખંડણી માંગવામાં આવી હોવાની ફરિયાદ સામે આવી છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલી શિવ શક્તિ માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા કાપડ વેપારીને એક કિશોર પાર્સલ આપી ગયો હતો. પાર્સલમાંથી પિસ્તોલ અને કારતુસ નીકળ્યા હતા. જેથી વેપારી ચોકી ઉઠ્યો હતો. તેણે પાર્સલ તપાસતા તેમાંથી એક ચિટ્ઠી પણ નીકળી હતી જેમાં લખ્યું હતું કે ‘તીન કરોડ રૂપિયા દે દો, નહીં તો ખતમ કર દેંગે. પુલિસકો બતાનેકી કોશિશ મત કરના વરના દેખ લેના.’ પિસ્તોલ અને ધમકીભરેલી ચિટ્ઠી જોઈને વેપારી ગભરાઈ ગયો હતો બીજી તરફ આ મામલે પોલીસને જાણ થતા ઉચ્ચ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા

ચીઠીમાં ભાઈઓના નામ લખેલા પણ હતા

અજાણ્યા વ્યક્તિએ મોકલેલી ધમકી ભરી ચીઠીમાં કાપડ વેપારીના ભાઈઓના નામ પણ લખેલા હોવાની માહિતી મળી હતી. જેથી આ મામલે પોલીસે ગંભીરતા પૂર્વક તપાસ શરુ કરી છે. પોલીસે તેઓના ઘરની આસપાસ પણ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બીજી તરફ આ ઘટનાને લઈને કાપડ વેપારીઓમાં સોપો પડી ગયો હતો

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

કાપડ વેપારીને બપોરના સમયે એક વ્યક્તિ પાર્સલ આપી ગયો હતો. પાર્સલનો ડબ્બો ખોલતા તેમાંથી પિસ્તલ અને કારતુસ નીકળ્યા હતા જેથી વેપારી ગભરાઈ ગયો હતો. આ મામલે [પોલીસે તપાસ શરુ કરી હતી. વેપારીને જે કિશોર પાર્સલ આપી ગયો તે ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં એક કિશોર પાર્સલ આપીને જતો દેખાય છે. બીજી તરફ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ મામલે ગંભીરતા પૂર્વક તપાસ શરુ કરી છે.

ફોટા અને અંગ્રેજીમાં ધમકી આપી

આ સમગ્ર બનાવ અંગે માહિતી મળી હતી કે કિશોરે પાર્સલ આપતી વેળાએ જણાવ્યું હતું કે આ ઇન્દરભાઈનું પાર્સલ છે બોમ્બેથી આવેલું છે. તેમ કહી પાર્સલ આપી ને જતો રહ્યો હતો. પાર્સલમાંથી એક પિસ્તોલ અને ચાર નંગ કાર્ટીસ નીકળ્યા હતા., આ ઉપરાંત અલગ અલગ ૧૪ ફોટાઓ પણ નીકળ્યા હતા અને અંગ્રેજીમાં ધમકી ભર્યા લેટર પણ હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud