• જન્મદિવસની આ ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
  • બે દિવસ અગાઉ પાસના નેતા અલ્પેશ કથીરિયાની જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થતા ધરપકડ થઇ હતી

#Surat - માથાભારે સુર્યા બંગાળીએ ફાર્મ હાઉસમાં બર્થ ડે સેલીબ્રેશન કર્યું : માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગના ધજાગરા, જુઓ VIDEO

WatchGujarat Surat ગોપીપુરા વિસ્તારના માથાભારે સુર્યા બંગાળીએ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા એક ફાર્મ હાઉસમાં બર્થ ડે સેલીબ્રેશનના કર્યું હતું. જો કે તેમાં હાજર લોકોએ માસ્ક પણ નહોતું પહેર્યું અને સોશિયલ ડિસ્ટન્સીંગનો અભાવ પણ જોવા મળ્યો હતો. આ વિડીયો વાયરલ થતા પોલીસ કેવી કામગીરી કરે તે જોવું રહ્યું.

સુરતમાં બે દિવસ અગાઉ પાસના નેતા અલ્પેશ કથીરિયાએ સુરત ગ્રામ્યના કોસમાડી ગામ ખાતે જન્મદિવસની ઉજવણી કરી હતી. જો કે તેમાં ગાઈડ લાઈનનો ભંગ થતા પોલીસ દોડતી થઇ હતી. અને આ મામલે ગુનો નોંધી અલ્પેશ કથીરિયા સહિતનાઓની ધરપકડ કરી હતી તેમજ 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા ત્યારે હવે સુરતમાં ટોપોરીગીરી કરતા અને માથાભારેની છાપ ધરાવતા સુર્યા બંગાળીએ સુરત ના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા એક ફાર્મ હાઉસમાં જન્મદિવસની ઉજવણી કરી હતી. જન્મદિવસની આ ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

વિડીયોમાં જોઈ શકાય છે કે હાજર લોકોએ માસ્ક પણ પહેર્યા નથી અને સોશિયલ ડિસ્ટન્સીંગનો અભાવ પણ જોવા મળી રહ્યો છે. આ વિડીયો વાયરલ થતા હવે પોલીસ કેવી કામગીરી કરે છે તે જોવાનું રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે વર્ષ અગાઉ પણ સુર્યા બંગાળીએ અઠવા વિસ્તારમાં જાહેરમાં જમ્બો કેક કાપી તાયફો કર્યો હતો અને પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારે હવે આ મામલે કેવી કામગીરી કરાઈ છે તે જોવના રહ્યું છે.#Surat

 

More #Surat #Gangster #Surya bengali #Celebrates #Birthday #Farm house #Watchgujart
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud