• કાચના વેપારીને ત્યાં બે મહિના પહેલા નિત્ય નામના બાળકનો જન્મ થયો
  • ન્યુયોર્કની ઇન્ટરનેશનલ લુનાર લેન્ડ રજિસ્ટ્રી કંપનીમાં વેપારીએ ચાંદ પર એક એકર જમીન ખરીદી કરવા માટે ઓનલાઇન અરજી કરી હતી
  • કંપનીએ અરજી મંજુર કરી તમામ લીગલ પ્રોસેસ કરીને વેપારીને મંજૂરીનો ઇમેલ કરી તમામ કાગળો મોકલી આપ્યા

WatchGujarat સુરતના એક વેપારીએ ચંદ્ર પર જમીન ખરીદી હોવાનો દાવો કર્યો છે. પોતાના પુત્ર માટે આ વેપારીએ ચાંદ પર જમીન ખરીદી કરી હોવાનો દાવો કર્યો છે. તારીખ 13મીના રોજ ન્યુયોર્કની ઇન્ટરનેશનલ લુનાર લેન્ડ રજિસ્ટ્રી કંપનીમાં વિજયભાઇએ ચાંદ પર એક એકર જમીન ખરીદી કરવા માટે ઓનલાઇન અરજી કરી હતી. જોકે, આ અરજી કંપનીએ મંજુર કરી તમામ લીગલ પ્રોસેસ કરીને આ સુરત ના વિપુલ કથિરીયાને મંજૂરીનો ઇમેલ કરી તમામ કાગળો મોકલી આપ્યા છે. જોકે, બાકીના કાગળો કુરિયર દ્વારા આગામી 5 દિવસ મળી જશે.

પુત્ર માટે પિતા કાંઇક પણ કરવા તૈયાર હોય છે. અને આવું જ કાંઇક સુરતમાં બન્યું છે. સુરતમાં એક પિતાએ પોતાના પુત્રને ભેટ આપવા માટે વિચાર કર્યો અને ભેટ પણ એવી આપી કે તેની હવે ચારેકોર ચર્ચા થઇ રહી છે. સુરતમાં રહેતા અને કાચના વેપારીએ પોતાના પુત્ર માટે ચાંદ પર જમીન ખરીદી કરી હોવાનો દાવો કર્યો છે. વિજયભાઇ મૂળ સૌરાષ્ટ અને હાલમાં સુરતના સરથાણા વિસ્તારમાં વેપારી તરીકે કાચના વેપાર સાથે જોડાયેલા છે. વિજય કથીરિયાના પરિવારમાં બે મહિના પહેલા નિત્ય નામના બાળકનો જન્મ થયો. જોકે પિતાને બાળકને એવી ભેટ આપવી હતી કે, તે વર્ષો સુધી ચાલે તેથી તેમણે ચાંદ પર જમીન ખરીદવા માટે વિચાર કર્યો હતો.

ન્યુયોર્કની કંપનીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું

તારીખ 13મીના રોજ ન્યુયોર્કની ઇન્ટરનેશનલ લુનાર લેન્ડ રજિસ્ટ્રી કંપનીમાં વિજયભાઇએ ચાંદ પર એક એકર જમીન ખરીદી કરવા માટે ઓનલાઇન અરજી કરી હતી. જોકે, આ અરજી કંપનીએ મંજુર કરી તમામ લીગલ પ્રોસેસ કરીને આ સુરત ના વિજય કથિરીયાને મંજૂરીનો ઇમેલ કરી તમામ કાગળો મોકલી આપ્યા છે. જોકે, બાકીના કાગળો કુરિયર દ્વારા આગામી 5 દિવસ મળી જશે. જમીનના થોડા પેપર્સ ઇમેઅલ દ્વારા આવ્યા છે. જ્યારે કેટલાક હવે કુરિયરમાં આવશે હાલ પરિવાારમાં ખુશીનો માહોલછે.

દુનિયાના સૌથી નાના ઉંમરના બાળકના નામે રજીસ્ટર થયાનો રેકોર્ડ પણ બન્યો હોવાનો દાવો

સુરતમાંથી ચાંદ પર જમીન ખરીદી કરનાર આ પહેલા વેપારી છે આ સાથે સાથે પોતાના બાળકના નામે રજીસ્ટર કરેલી આ જમીન કદાચ દુનિયાના સૌથી નાના ઉંમરના બાળકના નામે રજીસ્ટર થયાનો રેકોડ પણ બન્યો હોવાનો દાવો પણ તેઓએ કર્યો છે. જોકે આ પરીવારમાં હાલતો ખુશીનો માહોલ છે.

શું ખરેખર ચંદ્ર પર જમીન ખરીદી શકાય..?

ધ આઉટર સ્પેસ ટ્રીટી નામે થયેલ સમજૂતી કરાર કે જે વર્ષ 1967 માં 100 દેશો ની મંજૂરી થી કરવામાં આવ્યો હતો. જે કરાર મુજબ આઉટર સ્પેસ નો ઉપયોગ ગમે તે દેશ પોતાના આર્થિક અને વૈજ્ઞાનિક વિકાસ માટે જ કરી શકે આઉટર સ્પેસ એટલે કે જેમાં ચંદ્ર પણ સામેલ છે જેને કોમન હેરિટેજ ગણવામાં આવે છે. જેનો ઉપયોગ કોઈપણ વ્યક્તિ ખાનગી રીતે કરી શકે નહીં એવું આ કરારમાં નોંધવામાં આવ્યું છે જેથી એવી કોઈ જોગવાઈ નથી કે કોઈ વ્યક્તિ ચંદ્ર પર જમીન ખરીદી શકે અને તેનો ઉપયોગ ખાનગી રીતે કરી શકે.

ચંદ્ર પર જમીન ખરીદનાર વિજય કથરીયા સાથે આ ઇન્ટરનેશનલ સમજૂતી અંગે WatchGujarat.com દ્વારા વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ કરાર અંગે તેઓ પણ માહિતગાર છે અને તેમને પણ સ્પષ્ટપણે ખ્યાલ છે કે કોઈપણ વ્યક્તિ ખાનગી ઉપયોગ માટે ચંદ્ર ઉપર જમીન ખરીદી શકે નહીં. તેઓનું કહેવું છે કે તેઓએ આ જમીન તેમના બે મહિના ના દીકરા માટે એક ભેટ સ્વરૂપે ખરીદી છે. પરંતુ હકીકત જોવા જઈએ તો આનાથી વિપરીત છે. લુનર લેન્ડ અને લુનર રાજીસ્ટ્રી નામની સંસ્થા ઓ જે ચંદ્ર પરની જમીન વેચવા નો દાવો કરી રહી છે તેમની પાસે ચંદ્રની જમીનની માલિકીના કોઈ હક્ક નથી તેઓ તેમની વેબસાઈટ ના FAQ માં પણ જણાવ્યું છે કે, હાલ તેમની પાસે ચંદ્ર પરની કોઈ જમીનની માલિકીના હક નથી. પરંતુ તેઓ એક પ્રોસેસના માધ્યમ થકી ચંદ્ર પર માલિકીની જમીનનો હક નોંધાવી શકે છે.

એક રીતે જોવા જઈએ તો ચંદ્ર પર જમીન ખરીદનાર સુરતના વિજયભાઈએ જણાવ્યું કે તેમને પણ ફક્ત ઓનલાઇન વેબસાઇટ દ્વારા જ ખબર પડી કે આ રીતે ચંદ્ર પર જમીન ખરીદી શકાય છે અને તેઓએ તે માટે એપ્લાય કર્યું અને ત્યાંથી 100 ડોલર જેટલી રાજીસ્ટ્રેશ ફી ભરાવીને ચંદ્રની જમીનની માલિકી નોંધાવી શકો છો તેમને લુનર લેન્ડ અને રાજીસ્ટ્રીના FAQ માં લખાણ અંગે પૂછતાં તેમણે પણ જણાવ્યું કે આજે કંપની છે. તેમણે 1967માં જે કરાર થયા હતા. તે દરમિયાન આ કંપનીને હક આપવામાં આવ્યા હતા કે તમે આ ચંદ્ર ના માલિક નથી. પરંતુ તમે તેની જમીન વેચી શકો છો પરંતુ અહીં સવાલ એ થાય છે કે જો કોઈ વ્યક્તિ કોઈપણ વસ્તુનો માલિકના હોઈ શકે તો પછી તેને વેચવાનો અધિકાર કઈ રીતે તેની પાસે આવી શકે.

આ તમામ માહિતીથી માહિતગાર હોવા છતાં વિજયભાઈ એ ચંદ્ર પર જમીન ખરીદવા નો હક બતાવ્યો છે. તેમણે એવું પણ જણાવ્યું કે મને ખબર છે કે ચંદ્ર પર કોઈપણ વ્યક્તિ પોતાનો માલિકી હક્ક બતાવી શકે નહીં અને ખાનગી ઉપયોગ માટે લઈ શકે નહીં પરંતુ જો ભવિષ્યમાં એવા કોઈ કરાર થાય અને એવી મંજૂરી મળે કે ચંદ્ર પર જેમની જમીન છે. તેઓ માલિક છે. તેઓ ત્યાં જઈને વસવાટ કરી શકે તો તે દિવસની રાહ જોઈશું.

ઈન્ટરનેશનલ સ્પેસ લો ના હિસાબે સ્પેસ માં કોઈપણ વસ્તુ કે કોઈ પણ જગ્યા પર કોઈપણ દેશ ફક્ત વૈજ્ઞાનિક સંશોધનો માટે જ ઉપયોગ કરી શકે આ બધી વાતોથી માહિતગાર હોવા છતાં વિજયભાઈએ પોતાના બે મહિના ના દીકરા માટે ચંદ્ર પર જમીન ખરીદી હોવાનું માલિકી હક બતાવ્યો છે. તો શું આ એક પ્રકારનો પબ્લિસિટી સ્ટંટ હોઈ શકે ?? કારણકે તેઓ ખૂબ સારી રીતે જાણે છે કે, ચંદ્ર પર કોઈની માલિકી નથી અને કોઈ પણ વ્યક્તિ પોતાની માલિકી જતાવી શકે નહીં તો પછી શા માટે ચંદ્ર પર જમીન ખરીદવા નો વિચાર કરવો જોઈએ.

તેઓએ WatchGujarat.com સાથેના ટેલીફોન એક ઇન્ટરવ્યૂમાં એ વાત પર પણ ભાર મૂક્યો કે વિશ્વમાં તેમનો બાળક એક માત્ર એવું બાળક છે. જે સૌથી નાની ઉંમરમાં ચંદ્ર પર જમીનની માલિકી ધરાવે છે. આ એક રેકોર્ડ છે તો શું આ પ્રકારનો રેકોર્ડ સર્જવા કે પબ્લિસિટી મેળવવા આ ચંદ્રની જમીન ખરીદવા નો પ્લાન કરવામાં આવ્યો છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud