સુરતમાં કોરોનાની મહામારી કાળમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને તેની પરિસ્થિતિ સતત કથળી રહી હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા
સુરતના અડાજણ વિસ્તારના ફાઈટર ગ્રુપના રાહુલ ફાઇટરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
વાયરલ વીડિયોમાં ફાઇટર હાથમાં ગ્લાસ રાખી દારૂ ભરી રહ્યો છે અને તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો
Watchgujarat. સુરત શહેરમાં ગુનેગારોના મનસુબા બુલંદ હોવાના અનેક કિસ્સાઓ અત્યાર સુધી સામે આવી ચુક્યા છે. ત્યારે હવે વધુ એક વખત વિવાદીત માથાભારે શખ્સનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસના દારૂબંધીના અમલીકરણ સામે સવાલો ઉઠવા પામ્યા છે. અડાજણના કુખ્યાત અને નામચીન માથાભારે શખ્સે દારૂનો ગ્લાસ ભરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ખળભળાટ મચી ગયો હતો. સોશિયલ મીડિયાથી પ્રકાશમાં આવેલા વિડીયોને કારણે હવે પોલીસે આ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
https://twitter.com/WatchGujarat/status/1404037488994181129?s=20
સુરતમાં કોરોનાની મહામારી કાળમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને તેની પરિસ્થિતિ સતત કથળી રહી હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. બાઇક પર સ્ટંટ કરીને લોકોના જીવ જોખમમાં મુકવાનો પ્રયાસ હોય કે પછી રાત્રી કર્ફ્યુમાં બર્થડેનું સેલીબ્રેશન જેવા અનેક કિસ્સાઓ છેલ્લા કેટલાય સમયથી પ્રકાશમાં આવી રહ્યા છે. જેને કારણે પોલીસની કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે સુરતના અડાજણ વિસ્તારના ફાઈટર ગ્રુપના રાહુલ ફાઇટરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વાયરલ વીડિયોમાં ફાઇટર હાથમાં ગ્લાસ રાખી દારૂ ભરી રહ્યો છે અને તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો ક્યાંનો છે તે અંગે કોઇ માહિતી પ્રાપ્ત થઇ શકી ન હતી. રાજ્યમાં દારૂબંધી છે ત્યારે આ વીડિયો રાજ્ય બહારનો પણ હોઈ શકે છે પણ જે રીતે ગુજરાતમાં દારૂબંધી છે તે સમયે દારૂ પીવાનો વીડિયો વાયરલ થયો છે તેને લઈને હાહાકાર મચી ગયો છે
રાહુલ ફાઇટર નામનો આ વ્યક્તિ ભૂતકાળમાં પણ વિવાદોમાં ઘેરાયેલો હતો. તેનો પોતાના જન્મદિવસે હવામાં ફાયરિંગ કરવાનો એક સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જોકે આ વિવાદ હજી શમ્યો નથી ત્યાં તો રાહુલ નામનો યુવાન ફરી એક વખત વિવાદમાં આવ્યો છે અને સોશિયલ મીડિયામાં એક બે નહીં પણ એક કરતાં વધુ વીડિયો વાયરલ થયા છે તેને લઈને પોલીસે હવે તપાસ શરૂ કરી છે. જોકે સુરતના ફાઈટર ગ્રુપ ના યુવાનો છે અને નામચીન તરીકે ઓળખાય છે.