સુરતના વરાછામાં ચીકનની દુકાન ધરાવતા એક વ્યક્તિને ત્યાં માથાભારેની છાપ ધરાવતા ઇસમેં લાફો મારી હુમલો કરવાનો પ્રયાસ કર્યો
અવાર નવાર સુરતમાં ગુંડા તત્વોનો આતંક સામે આવતો હોય છે
પોલીસને પડકાર ફેંકતા ગુંડા તત્વોને સીધા દોર કરવા જરૂરી
WatchGujarat. સુરત શહેરમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે. પોલીસનો કોઈ જ ખોફ ન રહ્યો હોય તેમ અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે. ત્યારે સુરતમાં વધુ એક ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી છે. વરાછામાં ચીકનની દુકાન ધરાવતા એક વ્યક્તિને ત્યાં માથાભારેની છાપ ધરાવતા ઇસમેં લાફો મારી તેમજ ચપ્પુ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. બીજી તરફ પોલીસ આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ પણ ઉઠી છે
[embed]https://youtu.be/vkFlTrXUxY8[/embed]
સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી લુખ્ખા અને અસામાજિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે. આવા અસામાજિક તત્વો પોલીસને પડકાર ફેકી રહ્યા છે. થોડા દિવસો અગાઉ ઉધનામાં વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી તો બીજી તરફ વરાછામાં પણ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. વરાછામાં અસામાજિક તત્વોને પોલીસનો કોઈ જ ખોફ ન રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આવી જ એક વધુ ઘટના સામે આવી છે.
વરાછા વિસ્તારમાં આવેલા એકતા નગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. એકતા નગરમાં ચીકનની દુકાન ધરાવતા એક દુકાનદારને વીજુ નામના અસામાજિક તત્વોએ ચપ્પુ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો એટલું જ નહી તેને લાફા પણ માર્યા હતા. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે અસમાજિક તત્વો બેફામ બન્યા છે અને અહી ડોન અને દાદા બનાવની લ્હાયમાં લોકોને માર મારી ધાક જમાવવાનો પ્રયાસ કરે છે. આ ઘટના બાદ દુકાન માલિકે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે
પોલીસ કડક કાર્યવાહી કરે તે જરૂરી
ઉલ્લેખનીય છે કે આવા અસામાજિક તત્વો પોલિસને પડકાર ફેકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે અને પોલીસ કડક કાર્યવાહી ન કરતી હોવાને કારણે આવા અસામાજિક તત્વોનો આતંક ખૂબ જ વધી રહ્યો છે. ત્યારે હવે રહીશો પણ આવા લોકોના કારણે હેરાન પરેશના થઇ રહ્યા છે. પોલીસ આવા અસામાજિક અને લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.

[embed][/embed]