એકના એક દીકરાની હત્યાની જાણ થતાં માતા-પિતા શોકમાં સરી પડ્યા
મૃતક છેલ્લા 3 મહિનાથી લિવ ઇનમાં પ્રેમિકા સાથે રહેતો હતો
વહેલી સવારે દેશી દારૂના અડ્ડા પર હત્યાથી પોલીસ દોડતી થઈ
WatchGujarat શહેરના લિંબાય વિસ્તારમાં એક યુવકની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી છે. બાલાજી નગરમાં વહેલી સવારથી શરૂ થતાં દેશી દારૂના અડ્ડા પર દારૂ પીધેલ બુટલેગરને પ્રેમિકાની સામે જ ચપ્પુના 5 ઘા મારી પતાવી દેતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. એકના એક દીકરાની હત્યાની જાણ થતાં માતા-પિતા શોકમાં સરી પડ્યા હતા. મૃતક લાલચંદ છેલ્લા 3 મહિનાથી લિવ ઇનમાં પ્રેમિકા સાથે રહેતો હોવાનું પણ મિત્રએ જણાવ્યું છે. જોકે, એક બુટલેગરની તેના જ દારૂના અડ્ડા પર પ્રેમિકાની સામે થયેલી હત્યા બાદ લિંબાયત પોલીસ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. બીજી તરફ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે.
શહેરમાં એક પછી એક હત્યા બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે લીંબાયત વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. લીંબાયતની રત્નપ્રભા સોસાયટીમાં ૩૨ વર્ષીય લાલચંદ દશરથ લાલો રહેતો હતો. પરિવારમાં માતા-પિતા છે અને લાલચંદ લિંબાયતના બાલાજી નગર ખાતે દેશી દારૂનો અડ્ડો ચલાવતો હતો. આ ઉપરાંત છેલ્લા 3 મહિનાથી લિવ ઇનમાં પ્રેમિકા સાથે રહેતો હોવાનું મિત્રએ જણાવ્યું છે. બાલાજી નગર પાસે દારૂના નશામાં ચૂર લાલચંદની વહેલી સવારે 6:30 વાગ્યે ચપ્પુના 5 ઘા ઝીકી હત્યા કરવામાં આવી છે. હત્યારાએ પેટ, છાતી અને ગળાના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા.
હત્યા સમયે પ્રેમિકા પણ હાજર જોવા મળી હતી. લાલચંદની હત્યાને કારણે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. વહેલી સવારે દેશી દારૂના અડ્ડા પર હત્યા થઈ હોવાની જાણ થયા બાદ પોલોસ દોડતી થઈ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં હત્યા સંતોષ નામના ઇસમેં કરી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે હત્યારા સંતોષ નામના ઇસમની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
હત્યા કરનાર સંતોષ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હોવાનું પણ જાણવા મળ્યું
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, લાલચંદની વહેલી સવારે 6:30થી 7:00 વાગ્યા વચ્ચે હત્યા થઈ હતી. હત્યા કરનાર સંતોષ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે. બે પરિણીત બહેનના એકના એક ભાઈની હત્યાની જાણ થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.આ ઉપરાંત બાલાજી નગરમાં તેની પ્રેમિકા રહેતી હતી. તેમજ બંને લીવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. સંતોષ નામના ઇસમેં તેની પ્રેમિકા સામે જ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી છે. વધુમાં મરનારા લાલચંદ બુટલેગર હોવાની અને તે દારૂના નશામાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
જરીના ધંધાને લઈને બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો
લાલચંદની હત્યા અંગે સજ્જનસિંહ પરમાર,ડીસીપી, ઝોન-1એ જણાવ્યું હતું કે, લિંબાયતમાં હત્યાનો ગુનો બન્યો છે. મરનાર લાલચંદ અને મારનાર સંતોષ નિકમ છે. બંને મહારાષ્ટ્રીયન છે. બંને જરીના ધંધા સાથે સંકળાયેલા છે. જરીના ધંધાને લઈને બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો. ગઈ કાલે પણ સામાન્ય ઝઘડો થયો હતો. આજે લાલચંદે સંતોષને માથામાં લાકડાનો ફટકો માર્યો હતો. ત્યારબાદ સંતોષે લાલચંદને ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી હતી.