• ઓનલાઇન બુક કરાવેલી આઇ ફોનની ડિલીવરી કરવા જતા લેનારે ડિલીવરી બોયને ગોળ ગોળ ફેરવ્યો
  • ડિલીવરી બોયને અન્યત્રે બોલાવીને ત્રણ મિત્રો સાથે મળીને ફોન ઝુંટવી લીધો
  • સમગ્ર મામલે ડિલીવરી બોયે લીંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસ એક્શનમાં આવી

Watchgujarat. સુરતના લીંબાયતમાં મોબાઈલ ઓનલાઈન મંગાવી તે પાર્સલની ડીલવરી કરવા ગયેલા ઈસમને માર મારી મોબાઈલના પાર્સલની લુટ કરવામાં આવી હતી. આ બનાવ અંગે ડીલવરી બોયે લીંબાયત પોલીસ મથકમાં ડીલવરી મંગાવનાર સહીત ૪ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં લીંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

ડીલવરી બોયને માર મારી મોબાઈલના પાર્સલની લુંટ

સુરતના ઉધના સ્થિત આવેલા વિકાસનગરમાં રહેતા 37 વર્ષીય દિલીપ હોન્યા ગાવીત ઇન્સટાકાર્ટ સર્વિસ પ્રાઈવેટ લીમીટેડ નામની ઓનલાઈન કંપનીમાં ડીલવરી બોય તરીકે નોકરી કરે છે. ગત 7 જુનના રોજ તેઓની કંપનીમાંથી ફ્લીપકાર્ડ કંપનીને મળેલ ઓનલાઈન ઓર્ડરના માલ સમાનની ડીલવરી કરવા માટેના પાર્સલો આપવામાં આવ્યા હતા. જે પાર્સલ દિલીપે લીંબાયત વિસ્તારમાં ડીલવરી કર્યા હતા. દરમિયાન એક મોબાઈલની ડીલવરી લીંબાયત મહાપ્રભુનગર પાસે રહેતા આર્યન ખાનની હતી. જેથી ડીલવરી બોયે આર્યને આપેલા એડ્રેસ પર જઈને ફોન કર્યો હતો. જેમાં આર્યન ખાને જણાવ્યું હતું કે તે ઘરેથી હાલમાં નીકળી ગયો છે.

ડીલવરી બોય દિલીપે કહ્યું હતું કે તમે જયારે ઘરે આવો ત્યારે ફોન કરજો હું ડીલવરી આપી જઈશ ત્યાં સુધીમાં હું અન્ય ડીલવરી આપી આપું. ત્યારબાદ થોડા સમય બાદ ફરી આર્યન ખાનનો ફોન આવ્યો હતો. અને તેણે કહ્યું હતું કે મારો ભાઈ લીંબાયત વિસ્તારમાં આવેલી સેવનથ ડે સ્કુલ પાસે ઉભો છે, તેની સાથે તમે મારી શોપ પર આવી જાઓ. જેથી ડીલવરી બોય સેવનથ ડે સ્કુલ પાસે પહોચ્યો હતો. જયાં એક અજાણ્યો ઇસમ તેની પાસે આવ્યો હતો અને તેને મંગલા પાર્ક સોસાયટીમાં આવેલા પ્લોટ પાસે લઇ ગયો હતો. જ્યાં આર્યન ખાન અને તેની સાથે અન્ય ૩ માણસો આવ્યા હતા.

બાદમાં ડીલવરી બોય દિલીપ સાથે વાતચીત કરી મોબાઈલનું પાર્સલ જોવા માંગ્યું હતું. અને ડીલવરી બોય પાર્સલ કાઢતા જ આર્યન ખાન નામના ઇસમેં પાર્સલ ઝૂટવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ડીલવરી બોયે પ્રતિકાર કર્યો હતો. જેમાં ઉશ્કેરાયેલા આર્યન ખાન અને તેની સાથે આવેલા અન્ય ૩ ઈસમોએ ડીલવરી બોય દિલીપને પકડી ઢીક્કા મુક્કીનો માર માર્યો હતો અને બાદમાં મોબાઈલનું પાર્સલની લુટ કરી ફરાર થઇ ગયા હતા.

પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ

આ ઘટના બાદ ડીલવરી બોય દિલીપે કંપનીમાં જાણ કરી હતી અને બાદમાં લીંબાયત  પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં લીંબાયત પોલીસે તેની ફરિયાદના આધારે પાર્સલ મંગાવનાર આર્યન ખાન અને તેની સાથે આવેલા અન્ય 3 ઈસમો સહીત કુલ 4 લોકો સામે લુંટનો ગુનો નોંધ્યો છે અને આ મામલે તપાસ શરુ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud