• સુરતના રાવતપુરા વિસ્તારમાં જુગારીયાઓ પર લુખ્ખા તત્વો ત્રાટક્યા
  • ઘટનાનો વિડીયો ત્યાં હાજર એક વ્યક્તિએ પોતાના મોબાઈલના કેમેરામાં કંડારી લીધો
  • લૂંટ કરવા આવેલો વિક્રમ ગુનાખોરી કરવા માટે પંકાયેલો હોવાની માહિતી મળી

WatchGujarat. સુરતમાં દિવસે ને દિવસે અસમાજિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે. અને સુરતમાં અસામાજિક તત્વો એટલી હદે બેફામ બની રહ્યા છે. કે હવે તેઓ ચપ્પુની અણીએ લુટ પણ ચલાવી રહ્યા છે. ત્યારે સુરતમાં આવો જ એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક ગુનેગારે ચપ્પુની અણીએ જુગાર રમી રહેલા લોકોને લુટી લીધા હતા.

સુરત શહેરના રાવતપુરા વિસ્તારનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે અને ત્યારે એક ઇસમ ત્યાં આવે છે અને બાદમાં ચપ્પુ જેવું હથીયાર બતાવી તેઓની પાસેથી લુંટ ચલાવે છે. આ ઘટનાનો વિડીયો ત્યાં હાજર એક વ્યક્તિએ પોતાના મોબાઈલના કેમેરામાં કંડારી લીધો હતો જે હવે વાયરલ થયો છે. આ વિડીયો વાયરલ થતા પોલીસ પણ દોડતી થઇ છે અને વાયરલ વીડિયોના આધારે તપાસ શરુ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. લૂંટ કરવા આવેલો વિક્રમ ગુનાખોરી કરવા માટે પંકાયેલો હોવાની માહિતી મળી છે. ભૂતકાળમાં પણ તેનો એક વીડિયા વાયરલ થયો હતો જેમાં તે જમીન પર થૂંકીને લોકોને તે ચડાવી રહ્યો છે. આ મામલે તેની વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો.

આરોપી વિરુદ્ધ અગાઉ ગુનો નોંધાયો હતો

વિડીયોમાં દેખાઈ રહેલો અને લુંટ ચલાવનાર વ્યક્તિ વિક્રમ હોવાની ચર્ચા છે અને ભૂતકાળમાં તેની સામે એક વ્યક્તિને માર મારી ગેરવર્તણુંક કર્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઉલ્લેખનીય છે કે સુરત પોલીસની નિષ્ક્રિયતાના પગલે અસામાજિક તત્વોનો જાણે રાફડો ફાટી નીકળ્યો હોય તેવી સતત ઘટનાઓ સામે આવી રહી છે. એવું લાગી રહ્યું છે કે જાણે કે શહેર અસામાજિક તત્ત્વોના હાથમાં છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud