બે વર્ષ પહેલા મહિલા સોશિયલ મીડિયાના માધ્યમથી યુવકના સંપર્કમાં આવી હતી
જાન્યુઆરી 2019માં મનોજે તેઓના બ્યુટીપાર્લરના એકાઉન્ટ પર મેસેજ કરી કૌટુંબિક મામાની ઓળખ આપી હતી અને ગાઢ મિત્રો બન્યા
મિત્ર બન્યા બાદ મનોજ વસોયાએ ડુમસ સ્થિત સાગર વીલા બગલોમાં પાર્ટીનું આયોજન કર્યું
પાર્ટીમાં પરિણીતાને બોલાવી તેને દારૂ પીવડાવી કર્યું બદકામ
Watchgujarat. સુરતના વરાછા વિસ્તારમાં રહેતી પરિણીતાને સોશિયલ મીડિયામાં બનેલા મિત્રએ ડુમસ વિસ્તારમાં પાર્ટીનું આયોજન કરી ત્યાં બોલાવી હતી અને બાદમાં તેને દારૂ પીવડાવી દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં તે વીડિયો કલીપ ઉતારી તેને બ્લેકમેઇલ પણ કરતા હતા. જેથી આ સમગ્ર મામલે પરિણીતાએ આખરે ડુમસ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે.
સુરતના વરાછા વિસ્તારમાં રહેતી પરિણીતા બ્યુટી પાર્લર ચલાવે છે. 38 વર્ષીય પરિણીતાએ બે વર્ષ પહેલાં મનોજ વસોયા નામના વ્યક્તિને ફેસબુક ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. અને ઓળખ પરિચય કર્યા બાદ મિત્ર બનાવ્યો હતો. બાદમાં જાન્યુઆરી 2019માં મનોજે તેઓના બ્યુટીપાર્લરના એકાઉન્ટ પર મેસેજ કરી કૌટુંબિક મામાની ઓળખ આપી હતી અને ગાઢ મિત્રો બન્યા હતા. જેથી પરિણીતા તેઓના મોબાઈલ પરથી અવાર નવાર વાતચીત કરતા હતા.
ડુમસ પાર્ટીમાં બોલાવી દુષ્કર્મ આચર્યું
મિત્ર બન્યા બાદ મનોજ વસોયા નામના ઇસમે ડુમસ સ્થિત સાગર વીલા બગલોમાં પાર્ટીનું આયોજન કર્યું હતું. જ્યાં પરિણીતાને પણ બોલાવી હતી. આ પાર્ટીમાં પરિણીતા પહોંચી હતી જ્યાં મનોજ સાથે તેઓનો મિત્ર પિન્ટુ વસોયા, સંજય શેખડા અને એક દિના બેન નામની એક મહિલા પર હાજર હતી. તમામે ત્યાં દારૂ. પાર્ટી કરી હતી. અને બાદમાં પરિણીતાને દારૂ પીવડાવી દુષ્કમ આચર્યું હતું.
અવાર નવાર ધાક ધમકીઓ પણ આપતા હતા
પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે આ ચારેય આરોપીઓ તેઓને બિભસ્ત ફોટા બતાવી શરીર સબંધ રાખવા દબાણ કરતા હતા અને પરિણીતા તાબે ન થાય તો મને સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપતા હતા.
પોલીસે ગુનો નોંધાયો
પરિણીતાએ ચારેય આરોપીઓના ત્રાસથી કંટાળી તેણીના પતિને વાત કરી હતી. અને આખરે પતિને વાત કરી આ મામલે ડુમસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ડુમસ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.