• ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાએ વરસ્યા બાદ વિરામ લીધો જેને કારણે લોકોને ચોમાસામાં ઉનાળાનો અહેસાસ થતો
  • સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને પગલે હવે ફરી એકવાર રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ ગયું
  • સુરતમાં વહેલી સવારથી જ વાતાવરણ બદલાયા બાદ વરસાદે એન્ટ્રી મારતા લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો

WatchGujarat. સુરત શહેરના વાતાવરણમાં વહેલી સવારથી પલટો જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં અંધારપટ વાતાવરણ અને ગાજવીજ સાથે સુરતના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેને લઈને ગરમી અને બફારાથી લોકોને રાહત મળી હતી.

રાજ્યમાં મેઘરાજાની નવી ઇનિંગ ધમાકેદાર અંદાજમાં શરૂ થઈ ગઈ છે. ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાએ વરસ્યા બાદ વિરામ લીધો હતો. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને પગલે હવે ફરી એકવાર રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. હવામાન વિભાગ દ્વારા 21મી જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી જાહેર કરાઈ છે.હવામાન વિભાગની આગાહીને પગલે સુરત શહેરના વાતાવરણમાં વહેલી સવારથી પલટો જોવા મળ્યો હતો.

વહેલી સવારથી જ સુરતના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંકડ પ્રસરી હતી. જેને લઈને સુરતીઓને ગરમી અને બફારાથી રાહત મળી હતી. બીજી તરફ નોકરી ધંધે જતા લોકો પણ અચાનક વરસાદના કારણે અટવાયા હતા. આ ઉપરાંત વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા. થોડા દીવસ વરસાદી માહોલ રહ્યા બાદ શહેરમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું હતું. ત્યારે વહેલી સવારથી જ સુરતમાં અંધારપટ અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જેને લઈને સુરતીઓને ગરમી અને બફારાથી રાહત મળી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud