• સુરતનો હીરા ઉદ્યોગ વાર્ષિક રૂ. 1.37 હજાર કરોડનું ટર્નં ઓવર ધરાવે છે
  • જે લોકો હીરા ના કટિંગ કે પોલીશીંગનું કામ પણ જાણતા નથી. તે લોકોને પણ આ ઉદ્યોગ પરિવારનું ગુજરાન ચાલી શકે તેટલી કમાણી કરાવી આપે છે
  • કચરામાંથી હિરા શોધીને ધુળિયાઓ નસીબ આજમાવે છે

WatchGujarat. સુરતની ઓળખ હીરા નગરી તરીકે થાય છે. અહીં હીરાના કુશળ કારીગરોએ પોતાની જાત ઘસીને સુરતને આ ઓળખ આપી છે. પણ કહેવાય છે કે આ શહેર પણ અજાયબ છે અને તેની વાતો પણ ખૂબ અનોખી છે. સુરતમાં હીરા પોલીશીંગ અને કટિંગનું કામ રત્નકલાકારો કરે છે. પણ કેટલાક એવા લોકો પણ છે જેઓ આ કામ સાથે સંકળાયેલા નથી છતાં આ હીરાઉધોગમાંથી તેઓ સારી કમાણી કરી લે છે.

કોઈ તમને એમ કહે કે, કચરામાંથી પણ હીરા મળે છે તો એ વાત માનવા તમે તૈયાર થશો ? કદાચ નહિ. પણ સુરતમાં કચરામાંથી પણ હિરા મળે છે !! સુરતનો હીરા ઉદ્યોગ વાર્ષિક રૂ. 1.37 હજાર કરોડનું ટર્નં ઓવર ધરાવે છે. જેનાથી લાખો રત્નકલાકારોને રોજગારી મળે છે. પરંતુ જે લોકો હીરા ના કટિંગ કે પોલીશીંગનું કામ પણ જાણતા નથી. તે લોકોને પણ આ ઉદ્યોગ પરિવારનું ગુજરાન ચાલી શકે તેટલી કમાણી કરાવી આપે છે.

સુરતનું મહિધરપુરા અને વરાછા હીરાબજાર શહેરના મુખ્ય ડાયમંડ માર્કેટ તરીકે જાણીતું છે. દિવસ દરમિયાન અહીં પગ મુકવાની પણ જગ્યા હોતી નથી. અહીં રોજ હજારો કરોડો રૂપિયાનો વેપાર રસ્તા પર થાય છે. પણ દિવસ દરમિયાન જે હીરાનો વેપાર થતો હોય છે. તેમાં  ક્યારેક  એવું પણ બને છે કે કામકાજ દરમ્યાન અથવા પવન કે કોઈ બીજા જ કારણથી ખૂબ બારીક અને ઝીણા કહી શકાય તેવા હીરા રસ્તા પર પડી જતા હોય છે.

આવા ખોવાયેલા હીરા જેને વેપારીઓ અને દલાલો નુકશાન સમજીને જવા દેતા હોય છે. ત્યાં આ હીરા કમાણીનું સાધન બની જાય છે સુરતમાં ધૂળિયા તરીકે ઓળખાતા અસંખ્ય લોકો માટે. હાથમાં તગારૂ, બ્રશ અને સાવરણી લઈને આ ધુળીયાઓ કચરામાંથી હીરા વણી વણીને કાઢે છે. અને પછી તેને સિકંદર બજારમાં વેચી દે છે. ધૂળિયાઓ માટે આ નસીબનો ખેલ હોય છે કે તેમને કેટલા હીરા મળે છે. પણ આ નસીબનો ખેલ તેઓ રોજ અજમાવે છે. અને ક્યારેક તેમાં તેમને સફળતા પણ મળે છે.

ખૂબ ઓછા લોકો જાણતા હશે કે, સુરતમાં સિકંદર બજાર એવું છે જ્યાં આ જ પ્રમાણેના હીરા વેચાય છે. ધૂળિયા જે હીરા કચરા માંથી શોધી છે તે ડાયમંડ આ સિકંદર બજારમાં વેચાય. ડાયમંડ અગ્રણી પ્રવીણ નાણાવટી કહે છે કે સુરતના ડાયમંડ માર્કેટની આ ખાસિયત છે કે જેમને હીરાનું કામ પણ આવડતું નથી તેમને પણ આ હીરા કમાણી કરાવી આપે છે. આવા તો ઘણા પરિવારોને હીરામાંથી કમાણી થઇ જાય છે.

જો તમારામાં કામ કરવાની ધગશ અને પ્રામાણિકતા હોય તો ક્યારેય કોઈ ધંધો કે વ્યવસાય એવો નથી, હોતો જેમાં તમને સફળતા ન મળે. બસ જરૂર છે મહેનત અને આત્મવિશ્વાસની. ધૂળમાંથી હીરો શોધવાનું કામ કરતા આ લોકો ભલે કરોડપતી થઈ ન શકે પરંતુ પ્રામાણિકતા અને આત્મવિશ્વાસથી આજે તેમના પરિવારનું ગુજરાન ચોક્કસ ચાલી રહ્યુ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud