• સુરતમાં લોકો પોતાના ઘરે જ પોતાની જરૂરીયાતની શાકભાજી ઉગાડી રહ્યા છે
  • આગાસી પર કારેલા, કંટોલા, મેથીની ભાજી, ફૂદીનો, તુલસી, સક્કરટેટી, સીતાફળ, શેતુર, ટામેટા, લાલ ભીંડા, શક્કરીયા, નાગરવેલ જેવા છોડનો ઉછેર કરાયો
  • ટેરેસ ગાર્ડનિંગ કુદરત સાથે તાદાત્મ્ય સાધવાનું માધ્યમ બન્યું

WatchGujarat. કોરોના કાળને લીધે લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. જીવનશૈલીમાં બદલાવની સાથે પર્યાવરણની દ્રષ્ટિએ લોકો જાગૃત થઈ રહ્યા છે. ત્યારે સુરતવાસીઓ હવે પોતાના ટેરેસ પર વિવિધ પ્રકારના શાકભાજી ઉગાડીને આરોગ્યપ્રદ આહાર પણ મેળવી રહ્યા છે.

ઘરની અંદર હર્યોભર્યો ગાર્ડન પરિવારને તંદુરસ્તીની સાથે ઓર્ગેનિક આહાર પ્રદાન કરે છે. બજારમાં મળતા શાકભાજી મોટેભાગે રસાયણયુકત ખાતરોથી અને જંતુનાશક દવાઓના વપરાશથી ઉત્પાદિત કરવામાં આવે છે. ઘરઆંગણે ઉગાડવામાં આવેલા શાકભાજીનો સ્વાદ કંઈક અલગ પ્રકારનો હોય છે.

છેલ્લા ઘણા વર્ષોથી ટેરેસ પર શાકભાજીની ખેતી કરતા ભટાર વિસ્તારના અનુપમાબહેન કહે છે કે, કિચન ગાર્ડન એટલે એક એવો બગીચો જે અન્ય બગીચા કરતાં ખૂબ અલગ હોય છે. તમે ઘરની અગાસી પર ઉગાડેલા શાકભાજીને ઘરના કિચનમાં ઉપયોગમાં લઈ શકો છો. મારા ઘરની આગાસી પર કારેલા, કંટોલા, મેથીની ભાજી, ફૂદીનો, તુલસી, સક્કરટેટી, સીતાફળ, શેતુર, ટામેટા, લાલ ભીંડા, શક્કરીયા, નાગરવેલ જેવા છોડ ઉછેરીને ત્રણ ટાઇમનું શાકભાજી મેળવી આરોગ્યપ્રદ ભોજન બાબતે મેં મારા પરિવારને આત્મનિર્ભર બનાવ્યું છે.

તેઓ કહે છે કે, નવસારી કૃષિ યુનિ.ના સુરતના પનાસ ખાતે કાર્યરત કે.વી.કે. દ્વારા બહેનોને કિચન ગાર્ડનિંગની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ લીધા બાદ મને ખ્યાલ આવ્યો કે, કઈ સિઝનમાં કયા છોડને કેવી રીતે ઉગાડી શકાય. દવાથી લઈને ઉછેર સુધીની તમામ માહિતી આ તાલીમ દ્વારા મળી છે. તાલીમ પહેલા હું મારા ઘરમાં ઈન્ડોર પ્લાન્ટ તથા ગુલાબ, મોગરો જેવા છોડથી ગાર્ડનિંગ કરતી હતી. તાલીમ બાદ ઘરની અગાસી પર અનેક પ્રકારના શાકભાજી, ફળાઉ વૃક્ષોનું વાવેતર કરતી થઈ છું.

તેઓ કહે છે કે, મારા માટે ટેરેસ ગાર્ડનિંગ કુદરત સાથે તાદાત્મ્ય સાધવાનું માધ્યમ બન્યું છે. પ્રકૃત્તિ સાથે ઓતપ્રોત થઈ જવાની મને ખુબ ખુશી છે. બાળકો પ્રકૃત્તિના વિવિધ તત્વોથી પરિચિત થાય છે. આજના બાળકો મોબાઈલની કાલ્પનિક દુનિયામાં ખોવાયા છે. હાલ શહેરી બાળકો શાકભાજી કે ફૂલછોડને ઓળખી શકતાં નથી. તેઓ તુલસી, હળદર, મીઠા અને કડવા લીમડાની ઉપયોગિતા શું છે એ વિષે પણ માહિતગાર હોતા નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud