• સુરતમાં દારૂની મેહફીલ માણતા મિત્રોની પાર્ટીમાં પોલીસે દરોડા પાડી રંગમાં ભંગ પાડ્યો
  • પોલીસે બાતમીના આધારે સ્થળ પર રેડ કરી તો માલદાર લોકોની પાર્ટી ચાલી રહી હતી
  • પોલીસે બંગલામાંથી 3 દારૂની બોટલો અને એક હુક્કો, સહિતનો સામાન કબજે કર્યો
Gujarat, Surat Highprofile Party
Gujarat, Surat Highprofile Party

Watchgujarat. અલથાણના બાલાજી બંગ્લોઝમાં મધરાત્રે દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે અહીંથી દારૂની મહેફિલ માણતા ૧૦ લોકોની ધરપકડ કરી હતી.  પકડાયેલા આરોપીઓ આર્કિટેક, કાપડ વેપારી, ફોટોગ્રાફી, સહિતના અલગ અલગ વેપાર ધંધાઓ સાથે સંકળાયેલા છે.

સુરતમાં દારૂની મેહફીલ માણતા મિત્રોની પાર્ટીમાં પોલીસે દરોડા પાડી રંગમાં ભંગ પાડ્યો છે. અલથાણમાં મધરાત્રે એક બંગલામાંથી પોલીસે દારૂ મહેફિલ પકડી પાડી છે.ખટોદરા પોલીસને બાતમી મળી હતી કે, અલથાણ સેકન્ડ વીઆઈપી રોડ પર બાલાજી બંગ્લોઝના એક બંગલામાં દારૂની મહેફિલ ચાલે છે. જેના આધારે શુક્રવારે મોડીરાત્રે પોલીસે બંગલામાં રેડ કરતા 10 વેપારીઓ દારૂની મહેફિલ માણતા પકડાયા હતા.

પોલીસે બંગલામાંથી 3 દારૂની બોટલો અને એક હુક્કો, સહિતનો સામાન કબજે કર્યો હતો. બંગલામાં ભાડેથી રહેતા આર્કિટેક ધ્રુપદ રાઠોડે મિત્રો સાથે દારૂની પાર્ટીનું આયોજન કર્યું હતું.

ઝડપાયેલા તમામ લોકો વેપારીઓ

ખટોદરા પોલીસે બાતમીના આધારે  અલથાણમાં મધરાત્રે એક બંગલામાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે દારૂ પાર્ટી કરતા ૧૦ લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તપાસ કરતા પકડાયેલા આરોપીઓ આર્કિટેક, કાપડ વેપારી, ફોટોગ્રાફી, સહિતના અલગ અલગ વેપાર ધંધાઓ સાથે સંકળાયેલા છે. અને બંગલામાં ભાડેથી રહેતા આર્કિટેક ધ્રુપદ રાઠોડે મિત્રો સાથે દારૂની પાર્ટીનું આયોજન કર્યું હતું.

મહેફીલમાં કોણ કોણ પકડાયું

ધ્રુપદ જયંતીભાઇ રાઠોડ(36) –આર્ટીટેક(રહે, બાલાજી બંગ્લોઝ, સેકન્ડ વી.આઇ.પી રોડ)

ચારુલ જીતેંદ્ર બારોટ(32)- નોકરી(રહે, અમીકુંજ સોસા,ઘોડદોડ રોડ)

રુશી હિતેશકુમાર શાહ(30) -પ્રીંટીંગ પ્રેસ(રહે, એલ.બી.પાર્ક, ઘોડદોડ રોડ)

વત્સલ પારસ ઓઝા(30)-નોકરી(રહે, સાંઇવિહાર રો હાઉસ, અડાજણ)

અભિષેક પંકજ ભાઇ શાહ(28)- વેપાર(રહે,સ્વીટ હોમ એપા. ઘોડદોડ રોડ)

જય હિતેંદ્રભાઇ દેસાઇ(31)-નોકરી(રહે,સન્નીવાસ ફ્લેટ, ઘોડદોડ રોડ)

આશીષકુમાર ભગવતીલાલ થેમસે(49)-નોકરી(રહે, નેસ્ટવ્યુહ એપાટ, અલથાણ)

હીરેન અમૃતલાલ ભગવાગર(36)-દલાલી(રહે, બેજનજી કોટનજી ચાલ,નાનપુરા)

નીશાંત અનીલકુમાર મશરુવાલા(30) ફોટોગ્રાફી(રહે,અંબાનગર,સુરત)

વિષ્ણુ ભુપેન્દ્રભાઈ મશરુવાલા(32)-ટેક્ષટાઇલ્સ(રહે,ઓરોવીલ સોસા,ભટાર)

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud