સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે કાર્યવાહી કરી
સીગારેટ અને પડીકીના બોક્સ રીક્ષામાં લઇને ફરતા પકડાયા
અલગ અલગ દુકાનોમાંથી સીગારેટ અને ચોરીના કેસો ઉકેલ્યા
WatchGujarat. સુરતના ઉધના દરવાજા ખાતે આવેલા ટોબેકોની ચોરીની ઘટના બની હતી. આ મામલે સલાબતપુરા પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો હતો. ત્યારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બે આરોપીને ઝડપી પાડી ચોરીમાં ગયેલો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં આરોપીને ગુટખા ખાવાનું વ્યસન હોવાથી ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. તેમજ પોલીસ તપાસમાં બે ગુનાના ભેદ પણ ઉકેલાઈ ગયા હતા.
સિગારેટ ગુટખાના પેકેટની કરી હતી ચોરી
સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન બાતમી મળી હતી કે, યુનિક હોસ્પિટલ પાસેથી એક રીક્ષામાં સિગારેટના બોક્ષ તેમજ રંજનીગાંધાના બોક્ષ સાથે કેટલાક ઈસમો રીક્ષામાં ફરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ચેતન કાંતિભાઈ સોલંકી, ફેનિલ નુતન સોલંકીને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા આરોપી ચેતન કાંતિભાઈ સોલકીએ જણાવ્યું હતું કે, અગાઉ તે એપ્પલ હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતો હતો. અને તેને સિગારેટ તેમજ ગુટખા ખાવાનું વ્યસન હતું. અને તે ઉધના દરવાજા ખાતે આવેલા નિકુંજ ટ્રેડર્સની દુકાને સિગારેટ પીવા અવાર નવાર જતો હતો. અને તેનું ગોડાઉન પણ ત્યાં જ હોય જેથી બીજા સહ આરોપી ફેનિલ તેમજ રણજીત ઉર્ફે કેળો સાથે મળી ચોરી કરવા માટે દિવસ દરમ્યાન રેકી કરી ગત તારીખ 25/07/21 તેમજ 06/08/21 ના રાત્રીના સમયે સિગારેટ તેમજ રજનીગંધા સહિતના અલગ અલગ બોક્ષની ચોરી કરી હતી.
બે ગુનાના ભેદ ઉકેલાયા
પોલીસ તપાસમાં આરોપીઓએ જણાવ્યું હતું કે, તે મુદામાલ સંતાડવા માટે સિવિલ હોસ્પિટલમાં આવેલી અવાવરું જગ્યાએ જતા હતા. જો કે તે પહેલા જ પોલીસે તેઓને ઝડપી પાડ્યા હતા. જેથી સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હતા.
આરોપી ગુનાહિત ઉતિહાસ પણ ધરાવે છે
પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલો 2.70 લાખનો મુદામાલ, એક રીક્ષા મળી કુલ 6.16 લાખની મત્તા કબજે કરી હતી. તેમજ ફેનિલ અગાઉ ઉમરા પોલીસ મથકમાં લુટના ગુનામાં સંડોવાયેલો હતો. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.