• રાજકારણમાં કોઈ કોઈનો દુશ્મન નથી અને કોઈ કોઈનો મિત્ર નથી
  • વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાને હજુ તો ઘણો લાંબો સમય છે, પરંતુ અત્યારથી રાજકીય પક્ષોની અંદરોઅંદર બદલીની તૈયારીઓ શરૂ થવા લાગી
  • સુરતના રાજકારણમાં પણ મોટી હલચલ થવાના સમાચાર સામે આવી રહ્યા છે

WatchGujarat. વિધાનસભાની ચુંટણી પહેલા સુરતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજકારણમાં મોટું નામ ધરાવતા ધીરુભાઈ ગજેરા ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપ છોડીને તેઓ કોંગ્રેસમાં ગયા હતા.  ભાજપમાં જોડાવવાની વાતને ખુદ ધીરુભાઈએ સર્મથન આપી દીધું છે.  ધીરુ ગજેરા ભાજપમાં આવે તો એ એક રાજકીય રીતે જોઈએ તો ખૂબ મોટી હિલચાલ માની શકાય છે.

રાજકારણમાં કોઈ કોઈનો દુશ્મન નથી અને કોઈ કોઈનો મિત્ર નથી. આવો જ એક ઘાટ સુરતમાં સામે આવ્યો છે . સુરતના રાજકારણમાં મોટા ફેરફાર આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાને હજુ તો ઘણો લાંબો સમય છે, પરંતુ અત્યારથી રાજકીય પક્ષોની અંદરોઅંદર બદલીની તૈયારીઓ શરૂ થવા લાગે છે. નાના-મોટા નેતાઓ પોતાની જગ્યા શોધીને ફરી એક વખત પોતાના મનગમતા પક્ષ તરફ દોટ મૂકી રહ્યા છે, જ્યાં જેનું રાજકીય ભવિષ્ય ઊજળું દેખાઈ રહ્યું છે ત્યાં આગળ જવાની તૈયારી શરૂ કરી દીધી છે. સુરતના રાજકારણમાં પણ મોટી હલચલ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. ધીરુ ગજેરા ગુજરાતના રાજકારણમાં એક મોટું નામ ધરાવે છે. ભાજપ છોડીને તેઓ કોંગ્રેસમાં ગયા હતા.  ત્યારે ફરી એક વખત  ધીરુ ગજેરા ફરી એક વખત ભાજપમાં આવી રહ્યા છે.

ધીરુ ગજેરા ભાજપમાં આવે તો એ એક રાજકીય રીતે જોઈએ તો ખૂબ મોટી હિલચાલ માની શકાય છે. પાટીદાર સમાજમાં ગજેરા પરિવારનું ખૂબ મોટું નામ છે. વરાછા વિસ્તારમાં પાટીદાર સમાજની નારાજગીને કંઈક અંશે ઓછી કરવામાં ભાજપને સફળતા મળી શકે છે. ધીરુભાઇ ગજેરા મૂળ જનસંઘથી જોડાયેલા હતા. વર્ષ 1995થી વર્ષ 2007 સુધી ભાજપ સાથે જોડાયેલા રહ્યા અને ધારાસભ્ય પણ બન્યા હતા. ત્યાર બાદ તેમણે ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા હતા. 2017માં તેમણે વિધાનસભાની ચૂંટણીમાં વરાછા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું હતું. વિધાનસભાની ચૂંટણીમાં તેમની હાર થઇ હતી. ફરી તેઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે.

કોંગ્રેસમાં આવ્યો ત્યારે મારો વ્યક્તિગત નિર્ણય ન હતો : ધીરુભાઈ ગજેરા

ધીરુભાઈએ જાણાવ્યું હતું કે ઘણીવાર પ્રજાના હિતમાં નિર્ણયો લેવા પડતા હોય છે. હું જયારે કોંગ્રેસમાં આવ્યો ત્યારે મારો વ્યક્તિગત નિર્ણય ન હતો. ત્યારે માસ નેતાઓ, ધારાસભ્ય અને પરિસ્થતિને અનુરૂપ નિર્ણય લેવાયો હતો. કોંગ્રેસમાં આવ્યા બાદ હું ચાર ચુંટણી લડ્યો હતો. અને ચારેય ચુંટણી હું હાર્યો હતો. જેનું દુખ મારા મિત્રો અને શુભેચ્છકોને પણ ખુબ દુખ હતું. મારા બીજેપીના મિત્રો પણ મને કહેતા હતા કે ભાજપ તમારા ઘરમાં પરત આવી જાવ. પણ જીદી સ્વભાવને લઈને ખેચાતું હતું. મારા શુભેચ્છકોની લાગણીને લઈને મેં સી.આર.પાટીલનો સમય માંગ્યો અને તેઓએ મને ભાજપમાં જોડાવવાની લીલીઝંડી આપી છે. હવે આગામી સમયમાં હું મારા સમર્થકો સાથે હું ભાજપમાં જોડાઈ રહ્યો છું. મારો નિણર્ય ભલે મોડો થયો પણ સારો થયો એનો મને આનદ છે.

ગુજરાતની પ્રજા માત્ર બે જ પાર્ટીને સ્વીકારે છે

ગુજરાતની પ્રજા માત્ર બે જ પાર્ટીને સ્વીકારે છે. ભાજપ કા તો કોંગ્રેસ.. આપ પાર્ટી ને ગુજરાત સ્વીકારે તેવું મને લાગતું નથી. આપ પાર્ટી પાસે નેતૃત્વ જ નથી. આજ સુધી અન્ય રાજ્યોમાં આપ પાર્ટી સફળ રહી છે. પરંતુ ગુજરાતમાં નહિ થશે.  મને આગામી સમયમાં પાર્ટી જે જવાબદારી સોપશે તે અંગે હું કામ કરીશ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud