• સુરતમાં ખાનગી હોસ્પિટલો દ્વારા કોરોનાના દર્દીઓની સારવાર દરમિયાન અનેક રીતે રૂપિયા ખંખેર્યાની ફરિયાદ દાખલ કરાઇ
  • પીપીઇ કીટના નામે એક દિવસના રૂ. 8 હજાર વસુલ્યાની પણ અન્ય ફરિયાદ દાખલમાં ઉલ્લેખ
  • કમિટી દ્વારા આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવશે

WatchGujarat. કોરોના જેવા કપરા સમયમાં પણ દર્દીઓના ખિસ્સા ખંખેરવામાં ખાનગી હોસ્પિટલોએ કોઈ કચાશ બાકી રાખી નથી. ખાનગી હોસ્પિટલો દ્વારા લાખો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હોવાની ફરિયાદ સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી કમિટીને મળી હતી. જેમાં ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી છે. એક હોસ્પિટલ દ્વારા દર્દીને સૂપ પીવડાવવાનો એક દિવસનો ખર્ચ એક હજાર લીધો છે. જયારે પીપીઈ કીટનો ચાર્જ એક દિવસના 8 હજાર સુધીના લેવામાં આવ્યા છે. જયારે કોર્પોરેશનની આ કમિટી પાસે એવી પણ ફરિયાદ આવી હતી કે દર્દીનું મૃત્યુ થયા પછી બિલ ન ચુકવતા હોસ્પિટલ દ્વારા દર્દીને ડેથ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું નથી.

ફરિયાદી સ્વેતાબેને જણાવ્યું હતું કે તેના પિતાને 12 એપ્રિલે સિટીલાઈટની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 10 એપ્રિલ સુધી 4.50 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. પહેલી મે ના રોજ તેમનું મોટ થયું હતું.બાકી બિલના 2.50 લાખ રૂપિયા ભર્યા ન હોવાથી હોસ્પિટલે ડેડબોડી બીજા દિવસે આપી હતી. અડાજણમાં રહેતા પારુલ શાહ રાંદેર રોડની ખાનગી હોસ્પિટલમાં એડમિટ હતા. 10 દિવસમાંથી 6 દિવસ આઇસીયુમાં હતા. જેમાં પીપીઈ કીટનો ખર્ચ 8 હજાર બતાવવામાં આવ્યો હતો. વરાછાની અન્ય એક હોસ્પિટલે દર્દી પાસે બિલની ફાઈલ આપ્યા વગર જ રૂપિયાની માંગણી શરૂ કરી હતી. જયારે પીપલોદ ની એક હોસ્પિટલે નવસારીના દર્દી ને 22 દિવસ હોસ્પિટલમાં રાખવાનો ખર્ચ 52 લાખ રૂપિયા કહ્યો હતો.

આ કમિટીમાં આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગર, ડો.વિપુલ શ્રીવાસ્તવ, ડો.પ્રશાંત દેસાઈ, મહેન્દ્ર ચૌહાણ અને કોર્પોરેટર વ્રજેશ ઉનડગત તેમજ ધર્મેશ ભાલાળાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી સમક્ષ આવી એક બે નહીં પણ અનેક ફરિયાદો સામે આવી છે. જેની સામે હવે તપાસ કરવા આ કમિટીની એક બેઠક આગામી શુક્રવારે મળવા જઈ રહી છે. કોરોના જેવા કપરા સમયમાં પણ દર્દીઓ અને તેમના સંબંધીઓની મજબુરીનો લાભ લેનાર આવી હોસ્પિટલો સામે હવે તવાઈ લાવવામાં આવશે તે નક્કી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud