• સુરતના તનવીર કૌભાંડના તાર રાજ કુંદ્રા કેસ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું
  • તનવીરે ઘણી અશ્લીલ ફિલ્મો બનાવીને રાજકુંદ્રાને વેચી હોવાની શક્યતાઓ સામે આવી
  • વેબ સીરીઝના નામે બની હતી પોર્ન ફિલ્મો, પૈસાની લેતીદેતીના પુરાવા મળ્યા

WatchGujarat. રાજ કુંદ્રા કેસમાં દરરોજ અનેક નવા રહ્સ્યો ખુલી રહ્યાં છે. ત્યારે હવે આ કેસનું સુરત કનેક્શન સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ગત ફેબ્રુઆરી મહિનામાં વેબસિરીઝ બનાવવાના નામે પોર્ન ફિલ્મ બનાવવાનું રેકેટ ઝડપાયું હતું. જેમાં સુરતનાં સૈયદપુરાના તનવીર નામના યુવાનની ધરપકડ કરવામાં આવી હતી. હવે તનવીર કૌભાંડના તાર રાજ કુંદ્રા કેસ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.

આ મામલે મળતી વિગતો મુજબ રાજ કુંદ્રા દ્વારા આચરવામાં આવેલા પોર્ન ફિલ્મોના રેકેટમાં સુરતના તનવીરના કૌભાંડનું કનેક્શન સામે આવ્યું છે. તનવીરે ઘણી અશ્લીલ ફિલ્મો બનાવીને રાજકુંદ્રાને વેચી હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જેના બદલે રાજ કુંદ્રા તેને મસમોટી રકમ આપતો હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે મુંબઈ ખાતે પોર્ન ફિલ્મ બનાવવાનું એક રેકેટ ગત ફેબ્રુઆરી મહિનામાં બહાર આવ્યું હતું. જેની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સુરત શહેરના તનવીર અકીલ હાશમીની ધરપકડ કરી હતી.

તમને જણાવી દઈએ કે ક્રાઈમ બ્રાંચની ટીમએ મુંબઇના મડ આઇલેન્ડ ખાતે પોર્ન ફિલ્મોનું શુટીંગ થઇ રહ્યાની માહિતી મળી હતી. જે બાદ ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડા પાડ્યા હતા. આ મામલાની તપાસ દરમિયાન સુરતમાં રહેતા તનવીર હાશમીની મહત્વની ભૂમિકા હોવાનું સામે આવ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે તનવીર પોર્ન ફિલ્મો બનાવીને વેચતો હતો. જે બાદ મુંબઇ ક્રાઇમ બ્રાંચની ટીમ સુરત ભાટપોર ખાતેથી તનવીરની ધરપકડ કરી તેને મુંબઈ લઈ ગઈ હતી. તનવીરની પુછપરછ કરતાં પોર્ન ફિલ્મ મેકીંગનો રેલો રાજ કુંદ્રા સુધી પહોંચ્યો હતો.

ઉલ્લેખનીય છે કે અશ્લીલ ફિલ્મો બનાવવા મામલે સૌથી પહેલા તનવીરની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ ક્રાઇમ બ્રાન્ચે દાવો કર્યો છે કે રાજ કુંદ્રા સામે તેમને ઠોસ પુરાવા મળી આવ્યા છે. જોકે આ મામલે હવે ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ કરવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud