• સુરત મહાનગરપાલિકાને ડ્રેનેજની સફાઇ માટે ઇકો ફ્રેન્ડલી 2 રોબોટ મળ્યા
  • રોબોટને ડીઝલ કે વીજ પ્રવાહની જરૂર પડશે નહીં. આ સંપુર્ણ રીતે સોલાર પેનલથી ચાલે છે
  • મનપા પાસે હાલમાં બે પ્રકારના રોબોર્ટ છે. જેમાં એક રોબોર્ટ વિદ્યાર્થીઓએ બનાવેલો છે. જયારે એક રોબોર્ટ મનપાએ ખરીદ્યો છે – પરેશ પટેલ, અધ્યક્ષ – સ્થાયી સમિતિ
  • આવનાર સમયમાં ઝોન દીઠ એક રોબોટ ફાળવવામાં આવશે

Watchgujarat. સ્માર્ટ સીટી બની રહેલા સુરત શહેર હવે દિવસે ને દિવસે અત્યાધુનિક બની રહ્યું છે. સુરતમાં હવે ડ્રેનેજની સાફ સફાઈ ઇકો ફ્રેન્ડલી 2 રોબોટથી થશે. જેના માટે સુરત શહેરમાં બે રોબોર્ટ પણ લાવવામાં આવ્યા છે. સોલાર પેનલ રોબોટને ચાર્જ કરશે અને રોબર્ટ લઈ જવા માટેનો ટેમ્પો પણ બેટરી ઓપરેટેડ રહેશે.

સ્માર્ટ સીટી સુરતમાં હવે ટેકનોલોજીનો ઉપયોગ

સુરત મહાનગરપાલિકાને ડ્રેનેજની સફાઇ માટે ઇકો ફ્રેન્ડલી 2 રોબોટ મળ્યા છે. જેના કારણે ડ્રેનેજની સફાઇ તો થશે જ પણ સાથે પર્યાવરણની જાળવણી પણ થશે. રોબોટને ડીઝલ કે વીજ પ્રવાહની જરૂર પડશે નહીં. કારણ કે, આ સંપુર્ણ રીતે સોલાર પેનલથી ચાલે છે, જેથી આ ઈકો ફ્રેન્ડલી પણ છે. સોલાર પેનલ રોબોટને ચાર્જ કરશે અને રોબર્ટ લઈ જવા માટેનો ટેમ્પો પણ બેટરી ઓપરેટેડ રહેશે.

સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું હતું કે મનપા પાસે હાલમાં બે પ્રકારના રોબોર્ટ છે. જેમાં એક રોબોર્ટ વિદ્યાર્થીઓએ બનાવેલો છે. જયારે એક રોબોર્ટ મનપાએ ખરીદ્યો છે. આ રોબોર્ટ ખરીદવા પછાળનું કારણ એ છે કે સુપ્ર્રીમ કોર્ટે ગાઈડલાઈનમાં કહ્યું છે કે જેને અગાઉ ગટરનું ઢાકણ કહેતા હતા તેને હવે મેઈન હોલ શબ્દ વાપરવામાં આવે છે. જેની અંદર કોઈ પણ વ્યક્તિને ઉતારી શકાતા નથી. કારણ કે ગેસના કારણે જે અકસ્માતો થતા હતા. જેને લઈને સુપ્રીમ કોર્ટે આ ગાઈડલાઈન આપી છે. જેથી જયારે પણ નગર પાલિકા અને મહાનગર પાલિકાએ જયારે પણ ડ્રેનેજની સાફ સફાઈ કરવી હશે તો તેને મશીનથી જ કરવી પડશે.  જેથી સુરત મહાનગર પાલીકાએ આ બે રોબોર્ટ ખરીદ્યા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

ડ્રેનેજની સાફ સફાઈ રોબોર્ટથી થશે

આ રોબોર્ટની સીસ્ટમ વિષે વાત કરતા પરેશ પટેલે જણાવ્યું હતું કે ડ્રેનેજના મેઈન હોલ પર આ રોબોટને મૂકી દેવામાં આવે છે. અને એક વ્યક્તિ તેને ઓપરેટ કરી શકે છે. અને વાયરથી આખી બકેટ ડ્રેનેજની અંદર જાય છે. અને બકેટની અંદર જ બધો કચરો ભેગો કરી તે પરત બહાર આવે છે. અને બધો કચરો ટ્રેની અંદર ઢાલવી દે છે. હાલમાં સુરત શહેરમાં બે રોબોર્ટ છે. પરંતુ દરેક ઝોનમાં એક એક રોબોર્ટ લેવાની ગણતરી સુરત મહાનગર પાલિકાની છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud