• મોબાઈલ કોણે આપ્યો તેવું પરિવારે પૂછતા 13 વર્ષની કિશોરીએ આપઘાત કર્યો, સારવાર દરમિયાન મોત
  • દીકરીને ગૂમાવ્યા બાદ પરિવારને જાણ થઈ કે પાડોશી યુવકે ફોન આપ્યો હતો

WatchGujarat આધુનિક ટેક્નોલોજીના યુગમાં લોકો રમત ગમત અને કસરતને છોડી મોબાઈલ તરફ વળ્યાં છે. જેમાં ઘણા નાના વયના લોકો સૌથી વધુ મોબાઇલનો ઉપયોગ કરતા હોય તેવા અનેક રિસર્ચ પણ થયા છે. જેમાં મોબાઈલના ઉપયોગથી ગેરલાભ પણ જોવા મળ્યા છે. ત્યારે સુરતના વ્યારા ગામના ચીખલપાડામાં છુપી રીતે મોબાઇલ ફોનનો વપરાશ કરતી દીકરી પકડાઈ ગયા બાદ પરિવારે ઠપકો આપ્યો હતો. જેના કારણે ગુસ્સે થયેલા માતા-પિતા અને દાદા-દાદી હવે વાત પણ નહીં કરે એવા ડરથી કિશોરીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

માતાપિતા દ્વારા ઠપકો આપ્યા બાદ કિશોરીએ 10 ફેબ્રુઆરીની બપોરે પીધેલી દવાની અસર11 મીના મળસ્કે થઈ હતી. ઉલટી કરતાં પિતાને કહ્યું કે, મે દવા પીધી છે. જેથી પરિવારે ભાગદોડ કરી નાખી હતી. વ્યારા રેફરલ બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ધોરણ 8માં અભ્યાસ કરતી કિશોરીએ જીવ ગુમાવ્યો છે.

વ્યારા ગામના ચીખલપાડામાં રહેતા અને ધોરણ 8ની વિદ્યાર્થીનીના મૃતક પિતાએ જણાવ્યું હતું કે, છેલ્લા 2-3 દિવસથી તેમની પુત્રી ફોન વાપરતી હોવાનું પરિવારના ધ્યાનમાં આવ્યું હતું. આ બાબતે તેની પૂછપરછ કરી હતી. ફોન કોણે આપ્યો તેવું પૂછ્યું પણ કશું બોલી ન હતી. જેથી પરિવારના સભ્યોએ તેના ઉપર થોડો ગુસ્સો કર્યો હતો .ત્યારબાદ બધા જ પોત-પોતાના કામે લાગી ગયા હતા. દરમિયાન 11 ફેબ્રુઆરીના રોજ મળસ્કે દીકરીની તબિયત બગડી હતી. ઉલટી કરતા-કરતા બોલી પપ્પા.. પપ્પા એક વાત કહું મેં દવા પીધી છે. આ વાત સાંભળી ધ્રુજારી આવી ગઈ હતી.

દીકરીના જણવ્યા બાદ તેને ગંભીર હાલતમાં જ મોપેડ ઉપર તાત્કાલિક ગામના દવાખાને લઈ ગયા હતા. જયાંથી 108માં વ્યારા રેફરલ કરવામાં આવી હતી. જ્યાંથી વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં વહેલી સવારે દીકરીએ છેલ્લો શ્વાસ લઈ પરિવારને રડતા કરી દીધા હતાં. દીકરી ભણવામાં હોશિંયાર હોવાનું કહેતા પિતાએ ઉમેર્યું કે, આશાસ્પદ દીકરી હતી.

મૃતકના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે, ધોરણ-8 માં અભ્યાસ કરતી દીકરી પાસેથી અચાનક મોબાઈલ ફોન મળી આવવો આઘાત જનક હતું. પાછળથી ખબર પડી કે પાડોશીમાં રહેતા યુવકે મોબાઈલ આપ્યો હતો. હવે દીકરી ગુમાવ્યા બાદ પાડોશી યુવકને કહીને પણ શું ફાયદો, દીકરી ખૂબ હોશિયાર અને ઘરમાં બધાની લાડકી હતી. એક નાનકડી વાતના જવાબ આપવાને બદલે એણે જિંદગીની સાથે પરિવારને જવાબ આપી દીધો એ દુઃખદ કહી શકાય છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud