રતના હજીરા તપોવન ફામ હાઉસમાં એક પારિવારિક પ્રસંગમાં નાસ્તા-પાણીનો ઓર્ડર હતો
શ્યામ પાસવાન નામનો કોન્ટ્રાકટર તમામ કારીગરોને ટેમ્પામાં બેસાડી કૈલાસ ચોકડીથી ટેમ્પોમાં બેસીને હજીરા તપોવન ફાર્મ જવા નીકળ્યા
ટેમ્પાની પાછળથી આવેલી ટ્રકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો
અકસ્માતની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી શરૂ કરી
[caption id="attachment_1225055" align="aligncenter" width="1280"] Gujarat, Incident happened at magdalla road Surat[/caption]
Watchgujarat. સુરતના મગદલ્લા ઇચ્છાપોર ચોકડી નજીક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. ટેમ્પા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ૭ લોકોને ઈજા અને 1 વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે ટેમ્પાનો ભુરચો બોલી ગયો હતો. બીજી તરફ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
સુરતના હજીરા તપોવન ફામ હાઉસમાં એક પારિવારિક પ્રસંગમાં નાસ્તા-પાણીનો ઓર્ડર હતો. જેથી શ્યામ પાસવાન નામનો કોન્ટ્રાકટર તમામ કારીગરોને ટેમ્પામાં બેસાડી કૈલાસ ચોકડીથી ટેમ્પોમાં બેસીને હજીરા તપોવન ફાર્મ જવા નીકળ્યા હતાં. દરમ્યાન ઇચ્છાપોર ચોકડી નજીક ટ્રક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટેમ્પાની પાછળથી આવેલી ટ્રકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું હતું. અકસ્માતની આ ઘટનામાં ટેમ્પાનો ભુરચો બોલી ગયો હતો. તો બીજી તરફ સમગ્ર સમાન રોડ પર વેર વિખેર જોવા મળ્યો હતો. અકસ્માત સર્જાતા ત્યાં ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ હતી. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત અને 7 લોકોને ઈજા થઇ હતી. જેથી તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
કોન્ટ્રાકટર શ્યામ પાસવાનએ જણાવ્યું હતું કે 5-6 મહિનાથી જ કેટરર્સનું કામકાજ કરી રહ્યો છું. આજે હજીરા તપોવન ફામ હાઉસમાં એક પારિવારિક પ્રસંગમાં નાસ્તા-પાણીનો ઓર્ડર હતો. જેથી ત્યાં જવા કારીગર સાથે નીકળ્યા હતા દરમ્યાન આ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ઘવાયેલા તમામ કેટરર્સના કારીગરો હોવાનું સ્પષ્ટ થયું છે.
ઇજાગ્રસ્તોની યાદી
સમાધાન ભગવાન પાટીલ (ઉ.વ.આ.27)
મહેશ વિજય સિંગ ઠાકરે (ઉ.વ.આ.22)
વિનીત લબુસિંગ (ઉ.વ.આ.32)
સંતોષ સોહનલાલ સવિકર (ઉ.વ.આ.40)
પાયલ મગુલાલ રાઠોડ (ઉ.વ.આ.14)
સંગીતા બાબુભાઇ રાઠોડ (ઉ.વ.આ.25)