• સુરત મહાનગર પાલિકામાં વર્ષ 2017 – 18 માં સફાઈ કામદાર, સફાઈ કામદાર ડ્રેનેજ, બેલદારની જાહેરાત બહાર પડી હતી
  • નોકરી મેળવવા માટે ઓછામાં ઓછું ધો. 4 તેમજ વધુમાં વધુ ધો. 9 પાસ સુધીની શૈક્ષણિક લાયકાત રાખવામાં આવી
  • શૈક્ષણિક લાયકાત ઓછી બતાવીને નોકરી મેળવવા જતા ક્રોસ વેરીફીકેશનમાં પકડાયા
Gujarat, Fake documents submitted for Job in Surat Municpal Corporation

Watchgujarat. સુરત મહાનગર પાલિકામાં સફાઈ કામદાર તેમજ બેલદારની ભરતીમાં શૈક્ષણિક લાયકાત છુપાવીને નોકરી મેળવનારા પોલીસ પુત્ર સહીત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પુત્ર ધો. 12 ભણેલો હોવા છતા તેણે ધો. 9 ના ડોક્યુમેન્ટ મુકીને નોકરી મેળવી હતી અને મનપા સાથે ઠગાઈ કરી હતી. જેથી આ મામલે લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી

શૈક્ષણિક લાયકાત છુપાવી નોકરી મેળવી હતી

સુરત મહાનગર પાલિકામાં વર્ષ 2017 – 18 માં સફાઈ કામદાર, સફાઈ કામદાર ડ્રેનેજ, બેલદારની જાહેરાત બહાર પડી હતી. જેમાં ઓછામાં ઓછું ધો. 4 તેમજ વધુમાં વધુ ધો. 9 પાસ સુધીની શૈક્ષણિક લાયકાત રાખવામાં આવી હતી. બીજી તરફ પાલિકામાં વિજીલન્સ વિભાગ દ્વારા ક્રોસ વેરીફીકેશન કરતા કેટલાક કર્મચારીઓનો અભ્યાસ વધુ જોવા મળ્યો હતો. તેમ છતાં આ કર્મચારીઓએ ઓછા અભ્યાસના ડોકયુમેન્ટ મુકીને નોકરી મેળવી હતી.

તપાસમાં ભાંડો ફૂટ્યો

આ તપાસમાં પીપલોદની પોલીસ લાઈનમાં રહેતા નીતિન કુમાર સન્મુખ પટેલ ધો. 12 સુધી અભ્યાસ કર્યો હતો. નવસારી ચીખલીમાં રહેતા અંકિતા છીબુ આહિત, ખજોદગામમાં પારસી ફળીયામાં રહેતો આશિષ ઈશ્વર પટેલ પણ ધો. 12 સુધી પાસ હોવાનું જાણવા મળ્યું હતું. જયારે પનાસગામમાં રહેતો વૈભવ હસમુખ પટેલ અને ડુમસના ભીમપોરમાં રહેતી રીચી મહેશ પટેલ ધો. 10 પાસ કર્યું હતું. તેમ છતાં આ તમામે પોતાની શૈક્ષણિક લાયકાત છુપાવી નોકરી મેળવી લીધી હતી.

પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી

આ ઘટના અંગે અડાજણમાં રહેતા આસિસ્ટન્ટ લો ઓફિસર રવી શાહ દ્વારા લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે પોલીસ પુત્ર સહીત 4 લોકોની ધરપકડ કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud