• પાંડેસરા પોલીસે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના અધિકારીની ફરિયાદના પગલે કાર્યવાહી કરી
  • 1લી ફેબ્રુઆરીના રોજ શ્વાનના ખોરાકમાં ઝેર આપી મારી નાખવાનો વિડીયો વાયરલ થયો હતો

WatchGujarat શહેરના ભેસ્તાન વિસ્તારમાં ૩ જેટલા શેરી શ્વાનોને ખોરાકમાં ઝેર આપી મારી નાખવાનો વિડીયો વાયરલ થયો હતો. આ મામલે પાંડેસરા પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. પાંડેસરા પોલીસે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના માનદ સુરત જિલ્લા કલ્યાણ અધિકારીની ફરિયાદના આધારે બે શખ્સો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. જો કે આ ઘટના 1લી ફેબુઆરીના રોજ બની હોવાનું પણ સામે આવ્યું છે.

સુરતના શોશ્યલ મીડિયામાં 1લી ફેબુઆરીના રોજ એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં ૩ જેટલા શેરી શ્વાનો તડપી તડપીને મોતને ભેટ્યા હતા. ખોરાકમાં ઝેર આપી શ્વાનોને મારી નખાયા હોવાનો આક્ષેપ પણ થયો હતો. અને આ મામલે વિડીયો સાથે ફરિયાદ પણ કરવામાં આવી હતી. ત્યારે આ ઘટનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પાંડેસરા પોલીસે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના માનદ સુરત જિલ્લા કલ્યાણ અધિકારી ચેતન ઝવેરીની ફરિયાદ લઈ દિવ્યેશ પટેલ અને મોહન કુશ્વાહા સામે ગુનો નોંધી શુકવારે મોડી સાંજે ધરપકડની કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દીકરી પાછળ શ્વાન દોડતા તેને ઈજા થઈ હતી જેથી આ કૃત્ય કર્યું હતું

પાંડેસરા પોલીસે જણાવ્યું હતું કે, દિવ્યેશ પટેલની દીકરી પાછળ શ્વાન દોડતા તેને ઈજા થઈ હતી. શ્વાને સોસાયટીમાં ચણ ખાવા આવતા કબૂતરોને પણ શિકાર બનાવ્યા હતા. દિવ્યેશ અને મોહનને એમ્બોઈડરીના કારખાના છે. પોલીસે એક શ્વાનનું પશુ ચિકિત્સક કેન્દ્ર બડેખાં ચકલા ખાતે પીએમ કરાવ્યું હતું. તેમજ શ્વાનના વિશેરા લઈ એફએસએલમાં મોકલી આપ્યા છે. બંને આરોપી સામે આઈપીસી કલમ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960ની કલમ તથા ધી ગુજરાત પોલીસ એક્ટ 1951ની કલમ 119 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud