• બંને ભેજાબાજે ખોટા આધાર કાર્ડ પોતાની ઓળખ બદલી હોવાનો પર્દાફાશ
  • મામલો પોલીસ સમક્ષ પહોંચતા પોલીસે બંને ભેજાબાજની ધરપકડ કરી

WatchGujarat મનપામાં ડ્રેનેજ વિભાગમાં નોકરી કરતા સફાઈ કામદારના બે પુત્રોને આર.ટી.ઓ.માં નોકરી આપવાની લાલચ આપી બે ઠગબાજોએ 22 લાખ રૂપિયા પડાવી લીધા હતા.એટલું જ નહી ભેજાબાજે ખોટા નામનું આધાર કાર્ડ પણ બનાવ્યું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બંને ઠગબાજોની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના સગરામપુરા મલેકવાડીમાં રહેતા લક્ષ્મણભાઇ માવજીભાઇ વીજુડા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રેનેજ વિભાગમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે. તેઓને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. જેમાં મોટો દીકરો મહેશ મોબાઈલની દુકાનમાં નોકરી કરે છે. અને નાનો દીકરો ૧૨માં ધોરણમાં અભ્યાસ કરે છે. ઓકટોબર ૨૦૨૦માં તેમના ઘર પાસે રહેતા વિક્કી પ્રેમજીભાઇ ખુમાણએ તેઓની ઓળખાણ જતીનભાઇ આંબાભાઇ માણીયા નામના વ્યક્તિ સાથે કરાવી હતી. અને જતીને પોતે RTO આસીસટન્ટ ઇન્સ્પેક્ટર તરીકે ઓણખાણ આપી હતી.

દરમિયાન સુરત આરટીઓમાં ઇન્સ્પેક્ટરની અંડરમાં આસીસ્ટન્ટની ભરતી છે. તેમ જણાવી લક્ષ્મણભાઇના પુત્ર મહેશ અને સાગરને આારટીઓમાં નોકરી અપાવવાની લાલચ આપી 22 લાખની માંગણી કરી હતી. જો કે આખરે થોડા દિવસની વાતચિત બાદ 16 લાખમાં સોદો નક્કી થયો હતો. જેથી લક્ષ્મણભાઇએ ચેક અને રોકડેથી ટુક્ડે-ટુક્ડે 12 લાખ ચુકવી સ્કુલ લિવીંગ સર્ટી સહિતના ડોક્યુમેન્ટ્સ જતીનને આપ્યા હતા.

RTOમાં નોકરી લાગ્યાનો ઓર્ડર લેવા જતા ભાંડો ફૂટ્યો

ગત જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં જતીન ઉર્ફે નિખીલે સફાઈ કામદારના પુત્ર સાગરને ફોન કરી તા. 17મીએ સુરત આરટીઓમાં જઇ નોકરીનો ઓર્ડર લઇ લેવા જણાવ્યું હતું. જેથી સાગર અને મહેશ સુરત આરટીઓમાં ગયા હતા. પરંતુ ત્યાં કોઇ ઓર્ડર આવ્યા ન હતા અને નિખીલ નામની કોઇ વ્યક્તિ નોકરી કરતી ન હોવાનો પર્દાફાશ થયો હતો. જેથી લક્ષ્મણભાઈએ નિખીલનો સંર્પક કરવાનો પ્રયાસ કરતા મોબાઇલ બંધ જણાય આવ્યો હતો. ત્યારે વિક્કીને બનાવ અંગે જણાવતા તેણે પણ ઉડાવ જવાબ આપ્યો હતો.

અન્ય કોઈ સાથે નોકરી આપવા બાબતે ઠગાઈ થઇ છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી

બીજી તરફ નિખીલ ગુમ થઇ ગયો હોવાની ફરીયાદ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાય હતી અને તેનું સાચું નામ જતની આંબાભાઇ માણી હોવાનું તથા નિખીલ નામનું બોગસ આધારકાર્ડ પાંચ વર્ષ અગાઉ બનાવ્યાનું જાણવા મળ્યું હતું. જેને પગલે લક્ષ્મણે નિખીલ ઉર્ફે જતીન અને વિક્કી વિરૂધ્ધ છેતરપિંડીની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બંનેની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે નિખીલ ઉર્ફે જતીન અને વિક્કીની ધરપકડ કરી અન્ય કોઈ સાથે નોકરી આપવા બાબતે ઠગાઈ થઇ છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud