સુરતના ભેસ્તાન ત્રણ રસ્તા નજીક વાહન ચર્કિંગ ફરજ દરમ્યાન લીનાબેન ખરાડે તેમના અન્ય એક સાથી કામ કરી રહ્યા હતા
ડમ્પરે ગફલતભરી રીતે વાહન હંકારીને મહિલા પોલીસ કર્મી અને રીક્ષાને અડફેટે લીધા
અકસ્માતમાં એક મહિલા કર્મીનું મોત થયુ, અન્યને સામાન્ય ઇજાઓ પહોંચી હતી
અકસ્માતમાં મૃત્યુ પામનાર લીનાબેનને સુરતની સિવિલ હોસ્પિટલમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું
WatchGujarat. સુરતમાં વાહન ચેકીંગ દરમ્યાન ફરજ પર હાજર બે મહિલા પોલીસ કર્મી સાથે અકસ્માત સર્જાયો હતો. એક ડમ્પર ચાલકે આ અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. જેમાં એક મહિલા પોલીસ કર્મીનું મોત પણ નિપજયું છે. જ્યારે ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો.
https://youtu.be/DwGh6S0397I
બનાવની હકીકત એવી છે કે સુરતના ભેસ્તાન ત્રણ રસ્તા નજીક વાહન ચર્કિંગ ફરજ દરમ્યાન લીનાબેન ખરાડે તેમના અન્ય એક સાથી મહિલા પોલીસ કર્મી સાથે એક રિક્ષાને અટકાવીને પેપરનું ચેકીંગ કરી રહ્યા હતા. તે સમયે પુરપાટ ઝડપે આવેલા ડમ્પર ચાલકે ગફલતભરી રીતે ગાડી હંકારી રીક્ષા અને બંને મહિલા પોલીસ કર્મીને અડફેટે લીધી હતી. જેમાં લીનાબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય એક મહિલા પોલીસ કર્મી અને અન્ય એક વ્યક્તિને નાની મોટી ઇજા પહોંચી હતી.
લીનાબેનના પરિવારમાં તેમના પતિ અને બે સંતાનો છે. તેઓ મૂળ સાબરકાંઠામાં અરવલ્લીના રહેવાસી છે. તેઓ નાઈટ પાળીમાં ગયા હતા. જ્યાં આ અકસ્માતનો ભોગ તેઓ બન્યા હતા. લીનાબેન છેલ્લા પાંચ વર્ષથી પોલિસ વિભાગમાં WPC તરીકે ફરજ બજાવતા હતા. અકસ્માતમાં મૃત્યુ પામનાર લીનાબેનને સુરતની સિવિલ હોસ્પિટલમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. અને તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે વતન રવાના કરવામાં આવ્યો હતો.
પાંડેસરા પોલીસના જણાવ્યા પ્રમાણે હાલ ડમ્પર ચાલક ફરાર છે. પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધીને ડમ્પરચાલક ને શોધવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતીની હકીકતનો ચિતાર મેળવવા માટે આ ઘટના પુરતી છે. સુરતમાં અવાર નવાર આ પ્રકારે ઘટનાઓ સામે આવતી રહે છે. પરંતુ કડક કાર્યવાહીના અભાવે ગુનાઓ પર રોક લાગી શકતી નથી. પોલીસ દ્વારા આવા તત્વોને શરૂઆતમાં જ ડામી દેવામાં આવે તેવી માંગ ઉઠી છે.