• ભેજાબાજો ઠગાઈ કરવાના અનેક કીમિયા અજમાવતા હોય છે
  • ધવલ રમણ પટેલે  ગત તા. 1 મે ના રોજ ફેસબુક પર ઓક્સિજન મશીન વેચવાની જાહેરાત જોઇ મેસેજ કર્યો
  • જાહેરાત મુકનારે પોતાના નામ રાહુલ દેસાઇ અને તેના વ્હોટ્સઅપ નબર પરથી ઓક્સિજન મશીનના ફોટા મોકલાવ્યા
  • બે મશીન ખરીદવા માટે ધવલે કુલ મળીને રૂ. 1 લાખ મોકલાવ્યા બાદ ગઠીયાઓએ તેમનો ફોન બંધ કરી દીધો

Watchgujarat. સોશિયલ મિડીયા પર જાહેરાત વાંચી ઓક્સિજન મશીન ખરીદવા જતા પાલનપુરના યુવાને 1 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. ભેજાબાજે રૂપિયા મેળવ્યા બાદ ઓક્સીજન મશીનની ડીલવરી આપી ન હતી. આ સમગ્ર મામલે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

સોશિયલ મીડિયામાં વાંચી હતી જાહેરાત

ભેજાબાજો ઠગાઈ કરવાના અનેક કીમિયા અજમાવતા હોય છે અને લોકો આવા ભેજાબાજોની જાળમાં ફસાઈ જતા પણ હોય છે અને આવી જ એક ઘટના સુરતમાં પ્રકાશમાં આવી છે. જેમાં ફેસબુક પર જાહેરાત જોઈ ઓક્સીજન મશીન ખરીદવા જતા યુવકને 1 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. સુરતના પાલનપુર જકાતનાકા સ્થિત શાંતિકુંજ સોસાયટીમાં રહેતા ધવલ રમણ પટેલે  ગત તા. 1 મે ના રોજ ફેસબુક પર ઓક્સિજન મશીન વેચવાની જાહેરાત જોઇ મેસેજ કર્યો હતો. જાહેરાત મુકનારે પોતાના નામ રાહુલ દેસાઇ અને તેના વ્હોટ્સઅપ નબર પરથી ઓક્સિજન મશીનના ફોટા મોકલાવ્યા હતા અને એક મશીનના રૂ. 45 હજાર ભાવ નક્કી કરી ધવલે 10 મશીન ખરીદવાની તૈયારી દર્શાવી હતી. ધવલે પ્રથમ બે મશીનની ડિલીવરી મળી જાય ત્યાર બાદ બીજા 8 મશીનનો ઓર્ડર આપશે એમ કહ્યું હતું.

1 લાખ એડવાન્સ આપવા પડશે એમ કહી આચરી ઠગાઈ

રાહુલ દેસાઇ નામના ભેજાબાજે 10 મશીનના રૂ. 4.50 લાખના પેમેન્ટ સામે રૂ. 1 લાખ એડવાન્સ આપવા પડશે એમ કહી ટેક્સ ઇનવોઇસનો ફોટો મોકલાવ્યો હતો. જેથી ધવલે ગુગલ પેથી રૂ. 50 હજાર અને બંટી નામની વ્યક્તિના પેટીએમ એકાઉન્ટમાં રૂ. 50 હજાર ટ્રાન્સફર કર્યા હતા પેમેન્ટ મળતા રાહુલે બે દિવસમાં મશીનની ડિલીવરી મળી જશે એમ કહી પોતાનો ફોન બંધ કરી દીધો હતો. જેથી પોતાની સાથે વિશ્વાસઘાત કરનાર રાહુલ દેસાઇ વિરૂધ્ધ ધવલે રાંદેર પોલીસમાં વિશ્વાસઘાતની ફરીયાદ નોંધાવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud