• પૈસ મેળવવાની લાલચે સુરતનો યુવાન આસમાન સે ગિરે ખજૂર પે અટકે જેવી સ્થિતીમાં ફસાયો
  • યુવકનો કોરોના કાળમાં ધંધો છુટી ગયા બાદ, બહેનના લગ્ન અને ઘરની બધી જવાબદારી માથે આવતા દેવું એટલું વધી ગયું કે તે માનસિક તણાવમાં આવી ગયો
  • આખરે યુવક કિડની વેચીને દેવું ચુકતે કરવાનો વિચાર કર્યો
  • ઓનલાઇન ગ્રાહક શોધવા જતા યુવક ઠગાયો
પ્રતિકાત્મક તસ્વીર

WatchGujarat. કોરોનાના કારણે લોકોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ કફોડી થઈ છે. એકતરફ લોકોના ધંધા રોજગાર છૂટી ગયા છે. તો બીજી તરફ લોકોના માથે દેવું પણ વધી રહ્યું છે. લોકોની હાલત હવે બાર સાંધે ત્યાં તેર તૂટે જેવી થઈ ગઈ છે. આવી જ હાલત થઈ છે, સુરતના એક યુવાનની જેને કોરોનામાં ધંધો રોજગાર ગુમાવ્યો તો ખરો જ પણ માથે ચડેલું દેવું ઉતારવા કિડની વેચવાનો વિચાર કરતા તેને છેતરપીંડીનો શિકાર બનવું પડ્યું.

દેવું ચૂકવવા કિડની વેચવા તૈયાર થયેલા આ યુવાનને કિડનીના બદલામાં રૂ. 4 કરોડ રૂપિયા મળશે. કિડની ડોનેટ કરતા પહેલા 2 કરોડ અને કિડની આપ્યા પછી 2 કરોડ રૂપિયા આપવાની લાલચ યુવાનને એટલી ભારે પડી કે તેની હાલત આસમાન સે ગિરે ખજૂર પે અટકે જેવી થઈ ગઈ.

સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતા અરબાઝ રાણા ફોર વ્હીલ ગાડીના કમિશન એજન્ટ તરીકે કામ કરતો હતો. પરંતુ કોરોના અને લોકડાઉનને કારણે તેનો ધંધો છૂટી ગયો. બહેનના લગ્ન અને ઘરની બધી જવાબદારી માથે આવતા દેવું એટલું વધી ગયું કે તે માનસિક તણાવમાં આવી ગયો. જેમાંથી બહાર આવવા તેણે પોતાની કિડની વેચી નાંખવાનો વિચાર કર્યો. અને ગૂગલમાં તેણે કિડની વેચવા અલગ અલગ વેબસાઈટ સર્ચ કરી. જેમાંથી એક વેબસાઈટ પર સંપર્ક કરીને તેણે કિડની વેચવા સંપર્ક કર્યો. જેના પર કિડનીના બદલામાં તેને ચાર કરોડ રૂપિયા મળશે તેવી લોભામણી જાહેરાત આપવામાં આવી.

જોકે આ વેબસાઇટના માધ્યમથી તેણે વિચાર નહોતો કર્યો કે તે આ રીતે છેતરપીંડીનો શિકાર બનશે. જેથી તેણે આ વેબસાઈટના વ્યક્તિઓને તેની તમામ શેર કરી. બેંગ્લોરની એક હોસ્પિટલનો ફોટો આપી કિડની વેચવા તેની પાસે પહેલા 9,999 રૂપિયા રજિસ્ટ્રેશન ફી લેવામાં આવી અને આ રીતે અલગ અલગ ખાતામાં 14, 78,400 રૂપિયા તેની પાસેથી લઈ લેવામાં આવ્યા. જોકે તેના બદલામાં તેને એકપણ રૂપિયો આપવામાં નહિ આવ્યો ન તો જાહેરાત કર્યા પ્રમાણે કિડની માટે કોઈ વાતચીત કરવામાં આવી.

ફરિયાદીએ આ અંગે વેબસાઈટ અને કંપનીની માહિતી તેમજ તેની સાથે થયેલ છેતરપીંડીની ફરિયાદ સાઇબર સેલમાં નોંધાવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud