• ચુંટણી દરમિયાન તમામ પક્ષોએ બેરોકટોક રીતે કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું
  • હવે કોરોના કેસો વધતા તંત્ર એક્શનમાં આવ્યું છે, અને અનેક પગલા લઇ રહ્યું છે
  • રાજ્ય સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુનો સમય રાજ્યના ચાર શહેરો માટે વધારી દેવામાં આવ્યો 
  • શહેરમાં કોરોના કેસો વધારે છે તેવા વિસ્તારોમાં બસ સેવા બંધ કરાઇ

WatchGujarat. ચુંટણી પર્વ પર રાજકીય મેળાવડા પતી ગયા બાદ કોરોનાના વધતા કેસો તંત્રના ધ્યાને આવ્યા હતા. જેને લઇને હવે તંત્ર દ્વારા લોકો પર આકરા નિયમો લાદવામાં આવી રહ્યા છે. વધતા કેસોને ધ્યાને રાખીને બુધવારે સ્થાનિક તંત્ર દ્વારા શહેરના અઠવા, લિંબાયત, રિંગરોડ,અડાજણ-પાલ અને રિંગરોડ વિસ્તારમાં વિસ્તારમાં BRTS – સિટી બસ સેવા બંધ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

તાજેતરમાં રાજ્યમાં પાલિકા અને પંચાયતની ચુંટણીઓ યોજવામાં આવી હતી. ચુંટણી દરમિયાન તમામ પક્ષોએ બેરોકટોક રીતે કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. જો કે તે સમયે તેમની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પરંતુ ચુંટણી પતી ગયા બાદ હવે તંત્રના ધ્યાને કોરોનાના વધતા કેસો આવ્યા છે. અને હવે એક્શન મોડમાં આવીને કોરોના રોકવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર કમલેશ નાયકે મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અઠવા, લિંબાયત, રિંગરોડ,અડાજણ-પાલ અને રિંગરોડ વિસ્તારમાં કોરોના કેસ વધુ હોવાથી પાલિકા દ્વારા આ વિસ્તારમાં ટ્રાન્પોર્ટેશન માટે ચાલતી બસ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા સંચાલિત બીઆરટીએસ અને સિટી બસ થઇ 300 જેટલી બસ બંધ રહેશે.

ચુંટણીમાં કોરોના ગાયબ થઇ ગયો હોય તેવી રીતે કોવિડ ગાઇડલાઇનના પાલનની અવ્યવસ્થા અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પરંતુ હવે કોરોના પોઝીટીવ કેસોમાં એકાએક ઉછાળો આવતા હવે તંત્ર એક્શનમાં આવ્યું છે. બુધવારે ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં રાજ્યના પ્રમુખ શહેરો વડોદરા, અમદાવાદ, સુરત અને રાજકોટમાં રાત્રી કર્ફ્યુનો સમય વધારી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud