કોરોના કેસોમાં વધારો છતાં લોકો બેદરકારી દાખવતા નજરે પડે છે
વિવિધ ટીમો એ સુરતના તમામ ઝોનમાં આવેલા કન્ટેનમેન્ટ અને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ખાણી પીણી ની લારી બંધ કરાવી
લોકોને જાગૃત કરવા હવે લાઉડ સ્પીકર પર એનાઉન્સમેન્ટનો સહારો
WatchGujarat. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે અને રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. લોકડાઉનની અફવાહને પગલે હવે પરપ્રાંતિયો ખાનગી બસોમાં ભરી ભરીને વતન તરફ જાવા રવાના થઇ રહ્યા છે. અને સરકારી બસોમાં પણ મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. પરંતુ ભીડ થતી હોય તેવી દુકાનો, પાનના ગલ્લા અને ખાણીપીણીની લારીઓ આજે મનપા દ્વારા બંધ કરાવવામાં આવી હતી.
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અને રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. બીજી તરફ લોકોને સંપૂર્ણ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી રહી છે. પરંતુ સુરતમાં હજુ પણ ભીડ ભાડ થતી જોવા મળી રહી છે. ત્યારે મનપાએ ભીડ ભાડ રોકવા હવે કડક વલણ અપનાવ્યું છે. મનપાએ અધિકારીઓની વિવિધ ટીમો બનાવી છે. અને વિવિધ ટીમો એ સુરતના તમામ ઝોનમાં આવેલા કન્ટેનમેન્ટ અને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ખાણી પીણી ની લારી બંધ કરાવી હતી. ઉપરાંત પાનના ગલ્લા, રેસ્ટોરન્ટ હેટેલ અને નાસ્તાની લારીઓ પણ બંધ કરાવી હતી. પરંતુ લોકડાઉનની અફવાહને પગલે ખાનગી બસોમાં થતી ભીડ સામે કોઇ કાર્યવાહી તંત્ર દ્વારા આજદિન સુધી કરવામાં આવી નથી. તેની સાથે સરકારી બસોમાં પણ થતી મુસાફરોની ભીડ સામે તંત્ર મૌન સેવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે સુરતમાં રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે તેમ છતાં સુરતમાં હજુ પણ ભીડભાડ અને નિયમનો ધજીયા ઉડી રહી છે. ત્યારે સંક્મ્રણ વધે નહિ અને લોકો તકેદારી રાખે તે માટે મનપા દ્વારા હવે કડક વલણ પણ અપનાવામાં આવી રહ્યું છે. સાથે જ લોકોને સંપૂર્ણ તકેદારી રાખવા ખાસ અપીલ પણ કરવામાં આવી રહી છે.
બ્રીજ પર લાઉડ સ્પીકર થકી લોકોને અપાઈ રહી છે સુચના
સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બાદ કોરોનાનું સંક્રમણ વધ્યું છે અને મનપા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સુરતમાં એક તરફ ટેસ્ટીંગ પણ વધારવામાં આવ્યું છે. અને વેક્સીનેશન પણ વધારી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ સુરતમાં હજુ પણ લોકોની બેદરકારી સામે આવી રહી છે. ત્યારે લોકોને જાગૃત કરવા હવે લાઉડ સ્પીકર થકી સૂચનાઓ આપવામાં આવી રહી છે. સુરતના પાંડેસરા સ્થિત પીયુષ પોઈન્ટ પાસે બ્રીજ પર લાઉડ સ્પીકર લગાડવામાં આવ્યા છે.