• શહેરમાં અનેક વખત જીવના જોખમે બાઇક સ્ટંટ કરતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા
  • જીવના જોખમે સ્ટંટ કરનારાઓ સામે પોલીસ કાર્યવાહી છતાં સિલસિલો જારી
  • પુણા સ્થિત અમેઝિયા એમ્યુઝમેન્ટ પાર્ક સામેના રોડ પર  યુવકે બાઈકને આગળથી ઉંચી કરી સ્ટંટ કર્યાના વિડીયો સામે આવ્યા

WatchGujarat. યુવાધનને જાણે બાઈક પર સ્ટંટ કરવાનું ઘેલું લાગ્યું હોય તેમ લાગી રહ્યું છે. સુરતમાં એક પછી એક જીવના જોખમે બાઈક પર સ્ટંટ કરતા યુવકોના વિડીયો સામે આવી રહ્યા છે. તો બીજી તરફ પોલીસ પણ આવા બાઈકર્સ સામે લાલ આંખ કરી રહી છે. ત્યારે વધુ એક યુવકનો બાઈક પર સ્ટંટ કરતો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો પુણા સ્થિત અમેઝિયા એમ્યુઝમેન્ટ પાર્ક સામેના રોડ પર હોવાનું મનાઇ રહ્યું છે.

લોકોના અને પોતાના જીવ જોખમમાં મૂકી બાઈક પર સ્ટંટ કરતા યુવક-યુવતીના વિડીયો સામે આવી રહ્યા છે. આવી રીતે વિડીયો બનાવી શોશ્યલ મીડિયામાં અપલોડ કરી યુવાધનને ફેમસ થવાનું ઘેલું લાગ્યું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આવો જ એક વધુ વિડીયો સામે આવ્યો છે. પુણા સ્થિત અમેઝિયા એમ્યુઝમેન્ટ પાર્ક સામેના રોડ પર એક યુવક લોકોના અને પોતાનો જીવ જોખમમાં મૂકી બાઈકને આગળથી ઉંચી કરી સ્ટંટ કરી રહ્યો છે. આ વિડીયો ત્યાંથી પસાર થતા કોઈ રાહદારીએ ઉતાર્યો હોવાની ચર્ચા છે. જે હાલ વાયરલ થઇ રહ્યો છે. વિડીયો વાયરલ થતા પોલીસ પણ હરકતમાં આવી છે. અને વિડીયોમાં બાઈક દેખાતા બાઈક નબરના આધારે કાર્યવાહી શરુ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

ભૂતકાળમાં પણ અનેક વાઇરલ વિડીયો થયા હતા

ભૂતકાળમાં શહેરના અલગ અલગ વિસ્તારના ત્રણેક વીડિયો અગાઉ વાઈરલ થયા હતા. જેમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં જીલાની બ્રિજ પર એક યુવકે બાઈક પર સ્ટંટ કર્યો હતો. જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી. તેમજ  અડાજણના પાલ વિસ્તારમાં યુગલ દ્વારા ચાલુ બાઈક પર સ્ટન્ટની સાથે રોમાન્સ કરવાનો વીડિયો પણ કરવામાં આવ્યો હતો. સાથે જ બારડોલીથી ભાડે બાઈક લઈને આવતી કોલેજીયન સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે હવે વધુ એક વિડીયો સુરતના પુણા વિસ્તારમાં સામે આવ્યો છે.

પુણા વિસ્તાર સ્ટંટ માટે પ્રખ્યાત બન્યો

બાઈકર્સ ગેંગ દ્વારા સુરતના વેસુ અને ડુમસ રોડ પર આ પ્રકારે બાઈક પર સ્ટંટ કરવામાં આવતા હતા. જો કે હવે ત્યાં પોલીસ પેટ્રોલિંગ અને પોલીસની કડક કાર્યવાહીના કારણે પુણા વિસ્તાર અડીંગો બન્યો છે. મળતી માહિતી મુજબ મસે રોડ ઉપર સ્ટન્ટ કરતાં બાઇકર્સ ઉપર તવાઇ આવી છે. જેથી બાઇક રાઇડર્સ માટે અમેઝિયાવાળો રોડ હોટ સ્પોટ બન્યો છે. શનિ-રવિના વીક એન્ડમાં રાઇડર્સની ટોળકી અહીં ઉમટી પડે છે. જેઓ રાહદારીઓની પરવા કર્યા વિના અહીં જોખમી સ્ટન્ટ કરે છે. પોલીસ દ્વારા અહીં તકેદારી નહિ રાખવામાં આવતી હોવાને કારણે તેઓ બેફામ બન્યા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud