ઇન્ટરનેટના જમાનામાં પોતે ફેમસ થવા માટે લોકો કોઇ પણ હદ સુધી જઇ રહ્યા છે
સુરતમાં બાઇક પર સ્ટંટના વિડીયો વાઇરલ થતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સામે આવી
વિડીયો વાઇરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી કાર્યવાહી કરી
જાહેર રસ્તા પર જોખમી સ્ટંટ લોકોના જીવને જોખમ ઉભુ કરી શકે છે.
WatchGujarat. સોશિયલ મિડીયામાં સ્ટાર બની ફોલોઅર્સનું સતત ધ્યાન ખેંચવા માટે લોકો અવનવી તકરીબો અજમાવતા હોય છે. તાજેતરમાં એક છોકરી કોવિડ ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરીને બારડોલીથી સુરત વિડીયો બનાવવા આવતી હોવનો વિડીયો વાઇરલ થયો હતો. ત્યાર બાદ પોલીસે તેની અટકાયત કરી હતી. હજી મામલો શાંત થાય તે પહેલા જ સુરતનો બીજો વિડીયો સામે આવ્યો છે. જેમાં યુવક – યુવતિની જોડી નંબર પ્લેટ વગરની ચાલુ સ્પોર્ટસ બાઇક પર રોમાન્સ કરતા નજરે પડે છે. ઘટનાનો વિડીયો વાઇરલ થતા પોલીસ વધુ એક વખત એક્શનમાં આવી હતી. અને યુવા જોડા પર કાર્યવાહી કરવામાં આવી હતી.
https://twitter.com/WatchGujarat/status/1370377258905440256?s=20
ઇન્ટરનેટના જમાનામાં પોતે ફેમસ થવા માટે લોકો કોઇ પણ હદ સુધી જઇ રહ્યા છે. તેમાં ખાસ કરીને કાયદાનું ઉલ્લંઘન દર વખતે કરવામાં આવે છે. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કરવામાં આવતા દાવાઓ વચ્ચે સોશિયલ મિડીયા સ્ટાર અનેક વખત નિયમો તોડતા વિડીયોમાં વાઇરલ થઇને ફોલોઅર્સમાં છવાઇ જાય છે. સ્માર્ટ ફોનના જમાનમામાં આંગળીને વેઢે તમામ સુવિધાઓ અને મનોરંજન ઉપલબ્ધ છે. સોશિયલ મિડીયાનો જમાનો ચાલી રહ્યો છે. લોકો સોશિયલ મિડીયામાં ટ્રેન્ડમાં રહેવા માટે હોઇ પણ હબદ સુધી જઇ શકે છે.
સુરતમાં બાઇક સવાર સ્ટંટ કરતા યુવક-યુવતિઓ હવે પોલીસ તંત્ર માટે માથાના દુખાવા સમાન બની ગયા છે. તાજેતરમાં બાઇક સવાર સ્ટંટબાજ પોલીસને પડકાર ફેંકી રહ્યા હોવાના બે કિસ્સાઓ સામે આવ્યા હતા. જેમાં એક કિસ્સામાં સુરતના જાણીતા જિલાની બ્રિજને સ્ટંટ બાજે જાણે બાનમાં લીધો હોય તેવો વિડીયો વાઇરલ થયો હતો. જિલાની બ્રિજ પર શહેરીજનો મોટી સંખ્યામાં બેસવા માટે આવતા હોય છે. અને તેવી જગ્યાએ ચાલુ રસ્તા પર રોંગ સાઇડ પર જઇને એક યુવક સ્ટંટ કરતો જોવા મળ્યો હતો. એક વખતમાં બાઇકનું આગળનું પૈડુ હવામાં ઉંચુ રાખીને જોખમી રીતે બાઇક હાંકતો હતો. તો બીજી વખત પાછળનું પૈડું હવામાં રહે તેવી જોખમી રીતે બાઇક હાંકતો હતો. જેને કારણે આસપાસ બેઠેલા અને પસાર થઇ રહેલા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
https://youtu.be/9n_tNtLxx5k
બીજા કિસ્સામાં બારડોલીમાં રહેતી સ્ટંટબાજ યુવતિનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ થયો હતો. વિડીયો વાઇરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી. અને યુવતિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. બારડોલીમાં રહેતી યુવતિ સોશિયલ મિડીયામાં લાખોની સંખ્યામાં ફોલોઅર્સ ધરાવતી હતી. યુવતિનું નામ પ્રિન્સી સંજુ નામથી સોશિયલ મિડીયા એકાઉન્ટ ધરાવે છે. સંજુ બાઇક સ્ટંટનો વિડીયો બનાવવા માટે ખાસ બારડોલીથી સુરત આવતી હતી. અને યુવતિનો માસ્ક વગર અને ફુલ સ્પીડે સ્પોર્ટસ બાઇક હંકારવાનો વિડીયો વાઇરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી. અને તેની અટકાયત કરવામાં આવી હતી. જો કે, યુવતિની અટકાયત બાદ છોડી મુકવામાં આવી હતી.
બે કિસ્સાઓમાં વિડીયો વાઇરલ થતા સુધી ઢીલાશ કરવામાં આવતા ત્રીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં રાંદેર બસ સ્ટોપ પાસે શેખ કાલા સ્ટ્રીટમાં રહેતો 20 વર્ષીય અબ્દુલ રહેમાન મોહંમદ ઈમ્તિયાઝ મલેક 5 માર્ચના રોજ સવારે તેની ફિયાન્સી સાથે સ્પોર્ટસ બાઇક પર નીકળ્યો હતો. નંબર વગરની સ્પોર્ટ્સ બાઈક પર પાછળ બેઠેલી યુવતી અચાનક ચાલુ બાઇકે આગળ આવી જાય છે અને ફિલ્મી સ્ટાઈલમાં કોલેજીયન યુવક સાથે રોમાન્સ કરવા લાગે છે. ‘તેરી મહોબ્બત મેં’ ગીત સાથે આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઇરલ થઈ રહ્યો છે. જો કે, ત્યાર બાદ પોલીસ એક્શનમાં આવી હતી. અને વિડીયોમાં વાઇરલ થયેલા સ્ટંટ બાદ જોડી પર કાર્યવાહી કરી હતી. પોલીસ સુત્રએ જણાવ્યું હતું કે, પકડાયેલા અબ્દુલ રહેમાન મલેક એસ.વાય.બીકોમમાં અભ્યાસ કરે છે. પાછળ બેઠેલી યુવતી તેની ફિયાન્સી છે.
પોલીસે મારી ધરપકડ કરતાં મને કાયદો તોડ્યો હોવાની જાણ થઈ - રહેમાન
પાલ વિસ્તારમાં સ્ટંન્ટ કરનાર રહેમાન અને તેની ફિયાન્સીએ પોલીસે ધરપકડ કર્યા બાદ માફી માગી હતી. રહમાને વિડીયો મારફતે જણાવ્યું કે, હેલમેટ અને માસ્ક વગર અમે જોખમી સ્ટન્ટ કર્યા હતા. જે ખરેખર ન કરવા જોઈએ. જોખમી સ્ટન્ટમાં કંઈ પણ થઈ શકે છે. પોલીસે મારી ધરપકડ કરતાં મને કાયદો તોડ્યો હોવાની જાણ થઈ હતી. જેથી મેં કાયદાનું પાલન કરતાં તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી છે. હું તમામને બે હાથ જોડીનું કહું છે કે, મે કરેલી ભૂલ તમે ન કરશો. સ્ટન્ટ તો બીલકુલ ન કરશો. રહેમાનની ફિયાન્સીએ પણ કહ્યું હતું કે, આવું કોઈએ ન કરવું જોઈએ. અમે તમામને કહીએ છીએ કે સેફ રહો.