• શહેરના પોશ વિસ્તારોમાં કપલ માટે કૅફે માલિકો દ્વારા કેફે કપલ બોક્સ બનાવવામાં આવ્યા છે
  • કેફે કોફી બીનમાં કપલ બોક્સમાં આવતા યુવક અને યુવતીઓ ને તેમની ઉંમર અથવા તેમના કોઈ પણ પુરાવા માંગવામાં આવતા નથી
  • પોલીસ દ્વારા આવા ગેરકાયદેસર ચાલતા કપલ બોક્સ પર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી – લોકોની ફરિયાદ

WatchGujarat. સુરત શહેરમાં સતત વધી રહેલા કોરોના ના કેસ ને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા તાત્કાલીક અસરથી ટેક્સટાઇલ માર્કેટ ડાયમંડ બજાર અને અન્ય મોલ-મલ્ટિપ્લેક્સ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યા હતા. પરંતુ સુરત શહેરમાં ચાલી રહેલા ગેરકાયદેસર કેફે કપલ બોક્સ પર પોલીસ કે કોર્પોરેશનની નજર પડતી નથી. સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા એટલાન્ટિકા શોપિંગ સેન્ટરમાં સોમવારના રોજ કાપોદ્રા પોલીસે રેડ કરી હતી. જેમાં કોફી બીન્સ કેફે માંથી 10 કપલની ધરપકડ કરવામાં આવી હતી. એટલાન્ટિકા શોપિંગ સેન્ટરના જ્યારે પોલીસે રેડ કરી ત્યારે જવાન છોકરા અને છોકરીઓ કેફે માં ઉપસ્થિત હતા. પોલીસને જોઈ તમામ યુવક અને યુવતીઓ ગભરાઈ ગયા હતા. શહેરમાં જ્યારે તમામ શોપિંગ મોલ અને દુકાનો બંધ છે તેવામાં ગેરકાયદેસર ચાલતા આવા કેફે કપલ બોક્સ કોની રહેમ નજર ચાલી રહ્યું હતું તે તપાસનો વિષય છે.

શું છે કેફે કપલ બોક્સ ?

શહેરના પોશ વિસ્તારોમાં કપલ માટે કૅફે માલિકો દ્વારા કેફે કપલ બોક્સ બનાવવામાં આવ્યા છે. જેમાં યુવક અને યુવતીને હોટલના એક રૂમમાં જેવી privacy આપવામાં આવે છે. કેફે કોફી બીનમાં પણ આવી જ સુવિધા હતી. કપલ બોક્સમાં આવતા યુવક અને યુવતીઓ ને તેમની ઉંમર અથવા તેમના કોઈ પણ પુરાવા માંગવામાં આવતા નથી. કપલ બોક્સમાં કોઈપણ નાની ઉંમરની છોકરી ને લઈ જઈ શકાય છે. તે છોકરીની ઉંમર કેટલી છે તે માલિક છે કે નહીં તે પૂછવા વાળું કોઈપણ હોતું નથી. તેવામાં છોકરીઓ સાથે આવા બોક્સમાં ખોટા કામો પણ થતા હોવાની ફરિયાદો સતત ઉઠતી રહી છે. પરંતુ પોલીસ દ્વારા આવા ગેરકાયદેસર ચાલતા કપલ બોક્સ પર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી.

એટલાન્ટિકા શોપિંગ સેન્ટર માં ચાલતા ગેરકાયદેસર કેફે કપલ બોક્સ

બંધ કરવા માટે શોપિંગ સેન્ટરના કેટલાક શોપ માલિકોએ શોપિંગ સેન્ટરમાં કેફે કોફી બીન બંધ કરવા માટે તો જ વાત કરી હતી. પરંતુ કેફે ના માલિક દ્વારા ઉલટુ શોપ ધારોકોને ધમકાવવામાં આવ્યા હતા. એટલાન્ટિકા શોપિંગ સેન્ટરના શોપ ધારકોએ આ બાબતે વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી હસમુખ રોયનીનો સંપર્ક કર્યો હતો. હસમુખભાઈ દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદને આધારે કાપોદ્રા પોલીસે કેફે કપલ બોક્સ પર રેડ કરી માલિક સહિત 21લોકોની ધરપકડ કરી હતી. પકડાયેલા કપલની પોલીસે બાદમાં છોડી મુક્યા હતા. અને કેફેના માલિક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud