કેમ્પેઇનમાં લોકો પોતાના પ્રશ્નો વોટ્સઅપ કરી શકશે તેમજ ફોન કરીને જણાવી શકશે.
પ્રેસ કોન્ફરન્સમાં આગામી દિવસોમાં આવનારી મહાનગરપાલિકાની ચુંટણી માટે નો 12 મુદ્દાઓનું સંકલ્પ પત્ર ઘોષિત કર્યું
WatchGujarat. સ્થાનિક સ્વજરાયની ચુંટણીને લઈને ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા હેલ્લો કેમ્પેઈન શરુ કરવામાં આવ્યું છે. જેમાં લોકો પોતાના પ્રશ્નો વોટ્સઅપ કરી શકશે તેમજ ફોન કરીને જણાવી શકશે. કોંગ્રેસ પક્ષ તે પ્રશ્નોને હલ કરવા માટે બનતા પ્રયત્નો કરશે. આ ઉપરાંત સુરતમાં આવનારી ચુંટણીને લઈને સુરત કોંગ્રસ દ્વારા મહત્વના ૧૨ મુદાઓને લઈને સંકલ્પ પત્ર તૈયાર કરાયો છે
આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી યોજનારી છે. સુરતમાં તમામ પાર્ટીઓએ તડામાર તૈયારીઓ શરુ કરી દીધી છે. અને કોંગેસે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા સુરત સહિત ગુજરાતમાં હેલ્લો કેમ્પેઈન શરુ કર્યું છે. આ કેમ્પેઈન અંતર્ગત સુરત શહેરમાં લોકો પોતાના પશ્નો વોટ્સઅપ પર તથા ફોન કરીને જણાવી શકશે. કોંગ્રેસ તે પ્રશ્નોને હલ કરવાનો પ્રયાસ કરશે. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા સુરત શહેરના મહત્વના મુદાઓને લઈને સંકલ્પ પત્ર તૈયાર કરાયો છે. આજે સુરત શહેર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજી તેની માહિતી આપવામાં આવી હતી. જેમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુભાઇ રાયકા,માજી કેન્દ્રીય મંત્રી તુષારભાઈ ચૌધરી,ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મંત્રી સોનલબેન પટેલ,ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર,ધારાસભ્ય ગ્યાસુદ્દીન ભાઈ શેખ હાજર રહ્યા હતા.
સુરત શહેર કોંગ્રેસે આજે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં આગામી દિવસોમાં આવનારી મહાનગરપાલિકાની ચુંટણી માટે નો 12 મુદ્દાઓનું સંકલ્પ પત્ર ઘોષિત કર્યું હતું
શું છે કોંગ્રેસના સંકલ્પ પત્ર માં -
1.વિના મૂલ્ય કોરોના વેકસીન આપવામાં આવશે .
2. સૂરત મહાનગરપાલિકાની તમામ ખાલી જગ્યાઓ ને પ્રથમ 100 દિવસ માં ભરતી કરવામાં આવશે .
3. સુરત સિટી બસમાં સીનીયર સીટીઝન , મહિલાઓ તેમજ વિદ્યા ર્થીઓ માટે વિના મૂલ્ય સફુર .
4. કોર્પોરેશન દ્વારા ૫ રૂપિયામાં ભરપેટ જમવાની સુવિધા માટે સુરત શહેરમાં વોર્ડ દીઠ 2 સૂરત રસોઈ શરૂ કરવામાં આવશે .
5. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ૧૦૦ સ્માર્ટ સ્કૂલોની રચના .
6 ખાણીપીણીની લારી માટે લાયસન્સની સુવિધા તેમજ ફૂડ કોર્ટ બનાવવા , દરેક વોર્ડમાં 3 શાક અને ૩ ફુટ માર્કેટની વ્યવસ્થા કરવામાં આવશે જેમાં નજીવા ભાવે સ્ટોલ આપવામાં આવશે . તેમજ વોર્ડના નાગરિકોને સ્ટોલ માટે પ્રાથમિકતા આપવામાં આવશે .
7. વોર્ડ દીઠ ૪ શેરી કલીનીક ' શરૂ કરવામાં આવશે .
8. શહેરમાં નવા ઉમેરાયેલ વિસ્તારોમાં પ્રથમ વર્ષે ફક્ત ૨૦ % બીજા વર્ષે ૪૦ % એ રીતે દર વર્ષે ૨૦ % ના વધારા સાથે પૂરે પૂરી પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ થયા બાદ પમાં વર્ષે ૧00 % વેરો વસુલવામાં આવશે .
9. વર્ષ ૨૦૦૬ માં સુરત શહેરની હદ વિસ્તરણ વખતે સામેલ કરાયેલા છેવાડાના ગામડાઓ જેમાં આજે ૧૪ - વર્ષ બાદ પણ સુરત મહાનગરપાલિકાની પ્રાથમિક સુવિધાઓ પહોચી નથી , આવા વિકાસથી વંચિત ગામોને તમામ સુવિધા આપવા પ્રાથમિકતા આપવામાં આવશે .
10.આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ ગ્રાઉન્ડ માટે આયોજન કરવામાં આવશે .
11. સુરત શહેર માં કબજારશીદ વાળી મિલકતો ને રાજ્યસરકાર સાથે મધ્યસ્થી કરી દસ્તાવેજ માં તબદીલ કરવામાં આવશે .
12.સુરત શહેર માં ચોમાસા માં આવતા ખાડીપુર અટકાવવા જરૂરી પગલા તેમજ સુરત શહેર ને પ્રદુષણ મુક્ત બનવવાનો કોંગ્રેસ નો સંકલ્પ છે .
આજે કોંગ્રેસ દ્વારા એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી હતી જેના માટે લોકોના મનની વાત સાંભળીને તેમની સમસ્યાનો નિકાલ શકશે.