• અલ્પેશ કથીરિયાની જન્મદિવસની પાર્ટીમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ખુલ્લેઆમ ભંગ થયો
  • પાર્ટીના વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ થયા બાદ જિલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું
  • સમગ્ર મામલે ચાર લોકોની અટકાયત કરવામાં આવી

#Surat -  PAAS કન્વીનર અલ્પેશ કથીરિયાએ જન્મદિનની ઉજવણીના આમંત્રણમાં “ખાસ નોંધ” લખી હતી, છતાંય VIDEO વાઇરલ થયો અને પોલીસે અટકાયત કરી

WatchGujarat. PAAS – એક તરફ કોરોનાનું સંક્મ્રણ ફેલાઈ રહ્યું છે. ત્યારે સરકાર અને તંત્ર સતત લોકોને સાવચેત રહેવા અપીલ કરી રહ્યું છે. ત્યારે રાત્રે કર્ફ્યૂ વચ્ચે પાસ નેતા અલ્પેશ કથીરિયાના જન્મ દિવસની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાર્મહાઉસમાં ડાયરા સાથે ડીજે-જમવા સહિતની પાર્ટી કરવામાં આવી હતી. જેમાં અલ્પેશ કથીરિયાને સમર્થકોએ ખભા પર બેસાડી લીધો હતો. આ સાથે સોશિયલ ડિસ્ટન્સનું ખુલ્લેઆમ ભંગ કર્યો હતો. આ સાથે હાજર રહેલા મોટા ભાગના લોકો માસ્ક વિના નજરે પડ્યા હતા. આ સમગ્ર બવાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થયા છે. અને ત્યાર બાદ પોલીસ એક્શનમાં આવી હતી.

#Surat -  PAAS કન્વીનર અલ્પેશ કથીરિયાએ જન્મદિનની ઉજવણીના આમંત્રણમાં “ખાસ નોંધ” લખી હતી, છતાંય VIDEO વાઇરલ થયો અને પોલીસે અટકાયત કરી

દિવાળી બાદ કોરોનાનું સંક્મ્રણ વધતા રાતે કફર્યુ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ તંત્ર દ્વારા લોકો પાસેથી નિયમોના ઉલ્લંઘન બદલ દંડ પણ વસુલવામાં આવ્યો છે. અને તંત્ર સતત લોકોને સાવચેત રહેવા અપીલ કરી રહ્યું છે. ત્યારે સુરત જિલ્લાના કોસમડી ગામ ખાતે આવેલા સહજાનંદ ફાર્મમાં ગત રાત્રે કર્ફ્યૂ વચ્ચે પાસ નેતા અલ્પેશ કથીરિયાના જન્મ દિવસની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. #PAAS

#Surat -  PAAS કન્વીનર અલ્પેશ કથીરિયાએ જન્મદિનની ઉજવણીના આમંત્રણમાં “ખાસ નોંધ” લખી હતી, છતાંય VIDEO વાઇરલ થયો અને પોલીસે અટકાયત કરી

ફાર્મહાઉસમાં ડાયરા સાથે ડીજે- જમણવાર સહિતની પાર્ટી કરવામાં આવી હતી. જેમાં અલ્પેશ કથીરિયાને સમર્થકોએ ખભા પર બેસાડી લીધો હતો. આ સાથે સોશિયલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો. બર્થડે પાર્ટીમાં હાજર રહેલા મોટા ભાગના લોકો માસ્ક વિના નજરે પડ્યા હતા.

આ સમગ્ર કિસ્સાના વીડિયો સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થયા છે. વાઇરલ વિડીયોમાં એક પણ વ્યક્તિએ માસ્ક ન હતું પહેર્યું અને અલ્પેશને લોકો ખભે બેસાડી લીધો હતો. તે સ્પષ્ટ પણે જોઈ શકાય છે. આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ દોડતી થઇ હતી. અને અલ્પેશ કથીરિયા, પૂર્વ કોર્પોરેટર નીલેશ કુંભાણી સહીત ત્રણ લોકોની અટકાયત કરી લીધી હતી. #PAAS

#Surat -  PAAS કન્વીનર અલ્પેશ કથીરિયાએ જન્મદિનની ઉજવણીના આમંત્રણમાં “ખાસ નોંધ” લખી હતી, છતાંય VIDEO વાઇરલ થયો અને પોલીસે અટકાયત કરી

BJPના કાયક્રમો વખત તંત્ર ક્યાં જાય છે

પાર્ટીનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું. અને ફાર્મ હાઉસ પર દરોડા પાડ્યા હતા. જ્યાંથી અલ્પેશ કથીરિયા, પૂર્વ કોર્પોરેટર નીલેશ કુંભાણી સહીત ત્રણ લોકોની અટકાયત કરી લીધી હતી. પૂર્વ કોર્પોરેટર નીલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે, BJPના કાર્યક્રમો વખતે તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી. અમે પોલીસને સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છીએ. પરંતુ કાયદાઓ બધા માટે સરખા જ હોવા જોઈએ.

પોલીસે અલ્પેશ કથીરિયાની ઘરેથી અટકાયત કરી

વિડીયો વાયરલ થયા બાદ પોલીસ દોડતી થઇ 

આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ દોડતી થઇ ગયી હતી. અને કામરેજ પોલીસે અલ્પેશ કથીરિયા, પૂર્વ કોર્પોરેટર નીલેશ કુંભાણી, ફાર્મ હાઉસના માલિક સહિતનાઓની અટકાયત કરી લીધી હતી. ઉપરાંત તે વિસ્તારના 4 કોન્સ્ટેબલ અને એ.એસ.આઈ. સસ્પેન્ડ કરાયા છે. અને આ મામલે જાહેરનામાના ભંગ અને એપેડેમીક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું સુરત જીલ્લા SP ઉષા રાડાએ જણાવ્યું હતું. #PAAS

અલ્પેશ પટેલની બર્થડે પાર્ટી માટે આમંત્રણ આપતો વિશેષ નોંધ સાથેનો મેસેજ મોકલાયો

અલ્પેશ પટેલની બર્થડે પાર્ટી માટે આમંત્રણ આપતો વિશેષ નોંધ સાથેનો મેસેજ ગણતરીના લોકોને મોકલવામાં આવ્યો હતો. જેને અન્ય કોઇ વ્યક્તિને ફોરવર્ડ કરવાની મનાઇ ફરમાવવામાં આવી હતી. તેમ છત્તાં મેસેજ અને વિડીયો વાઇરલ થયા હતા.

 

More #PAAS #convener #Alpesh Kathiriya #birthday party #celebration #video #viral #WatchGujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud