• ગત તા. 22 માર્ચના રોજ ઉધના ભીમનગર પાસે યુવકની હત્યા કરાઇ હતી.
  • રેલ્વે લાઇન નજીકના ઝૂપડામાંથી યુવકની જમીનમાં દાટેલી લાશ મળી હતી
  • પોલીસને આડે પાટે ચઢાવવા હત્યારાએ મૃત્કનો મોબાઇલ ફોન ટ્રેનમાં ફેંકી દીધો
  • પોલીસ સીસીટીવીના આધારે હત્યારાઓ સુધી પહોંચી
  • હત્યારા અજય બાગેલ અને એક સગીરની આ ગુનામાં રેલ્વે પોલીસે દબોચ્યા

WatchGujarat. હિન્દી ફિલ્મોમાં જોવા મળતા ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સીનમાં જે રીતે હત્યા કર્યા બાદ લાશનો નિકાલ કરવા માટે અનેક તરકીબો અપનાવવામાં આવે છે. કેટલીક હદે ગુનેગારો પોલીસથી બચવામાં સફળ પણ થાય છે. પરંતુ મોડે મોડે કરેલુ પાપ પોકારતા આખરે પોલીસની સકંજામાં આવી જાય છે. તેવી જ એક ઘટના સુરતના ઉધના વિસ્તારમાં બની હતી. જ્યાં પત્નીનો પૂર્વ પ્રેમી તેણીને હેરાન પરેશન કરતો હોવાથી પતિએ યુવકની હત્યા કરી નાખી હતી. હત્યા કર્યાબાદ લાશ ઉપર પેટ્રોલ છાંટી સળગાવી દઇ ત્યાં જ દાંટી દીધી હતી. આ ઘટનાના એક અઠવાડીયામાં પોલીસને હત્યારાઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના ઉધના વિસ્તારમાં આવેલા ભીમનગરમાં રહેતા સાગર ઉર્ફે અનિલ બાગેલના થોડા સમય પહેલા એક યુવતિ સાથે લગ્ન થયા હતા. લગ્ન પહેલા યુવતિને અજય મોરે સાથે પ્રેમસંબંધો હતા. પરંતુ લગ્ન થયા બાદ તેણીએ આ સંબંધનો અંત લાવી સંસારીક જીવન જીવવા લાગી હતી. છતાંય પૂર્વ પ્રેમી અજય પરિણીતાને અવાર નવાર હેરાન પરેશન કરતો હતો. કેટલાક સમય સુધી અજયની હરકતો સહન કર્યા બાદ આખરે પરિણીતા તેના પતિ અનિલને આ બાબતની જાણ કરી હતી.

અનિલને તેણી પત્નીએ અજયની હરકતો અંગે જાણ કરતા આ મામલે સમાધન કરવાનુ નક્કી કર્યું હતુ. જે સમાધાન કરવા માટે અજય મોરે અનિલને બોલાવ્યો હતો. ગત તા. 22 માર્ચના રોજ મોડી સાંજના સમયે અજયને મોપેડ પર બેસાડી અનિલ તથા અન્ય શખ્સ લઇ ગયા હતા. સમાધાનની વાત કરવા માટે અજયને લઇ જતા તેને દારૂ પીવડાવવામાં આવ્યો હતો. બાદમાં સમાધાન બાબતે અજય અને અનિલ વચ્ચે તકરાર થઇ હતી. જેથી ઉશ્કેરાયેલા અનિલ મોરેએ ચપ્પુના ઘા ઝીંકી અજયની હત્યા કરી નાખી હતી.

હત્યા કર્યા બાદ લાશનો નિકાલ કરવા માટે ઉધના રેલ્વે ટ્રેક પાસેના ઝૂપડામાં ખાડો ખોદી અજયની લાશની લાશને અંદર નાખી તેની ઉપર પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી. સળગેલી લાશ ઉપર માટી નાખી તેને દાંટી દઇ અનિલ મોરે ફરાર થઇ ગયો હતો. આ ઘટના દરમિયાન પોલીસને આડે પાટે ચઢાવવા માટે મૃતક અજય મોરેનો મોબાઇલ ચાલતી ટ્રેનમાં ફેંકી દેવાયો હતો. પરંતુ પોલીસને હાથ લાગેલા સીસીટીવી કેમેરાના આધારે સમગ્ર ઘટના પરથી પડદો ઊંચકાયો હતો. પોલીસે આ મામલે હત્યારા સાગર ઉર્ફે અનિલ મોરે અને સગીરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud