સુરતમાં પરિવાર વચ્ચેની અદાવતમાં 10 વર્ષની બાળકીનો ભોગ લેવાયાની ઘટના સામે આવતા ચકચાર મચી
બાળકી એકલી રમી રહી હતી ત્યારે નરાધમ તેને એકાંતમાં લઇ ગયો
યુવાનની હરકતનો પ્રતિકાર કરી બાળકી ભાગીને માતા પાસે પહોંચી
પરિવારજનોએ સમાજીક કાર્યકરોની મદદથી પોલીસ ફરિયાદ નોંધાવી
WatchGujarat. સુરતના પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં ઘરના આંગણામાં રમી રહેલી પરપ્રાંતિય પરિવારની 10 વર્ષની બાળાનો હાથ પકડી ઘરની પાછળ એકાંતમાં લઇ જઈ અશ્લીલ હરકત કરનાર યુવાનની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં ઘટનાના આરોપી અને બાળકીના પરિવાર વચ્ચે કોઇ બાબતે ઝગડો થયો હતો.
પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની 10 વર્ષની બાળકી પાંચ દિવસ અગાઉ ઘરના આંગણામાં રમી રહી હતી. તે દરમિયાન એક યુવાન બાળકીની એકલતાનો લાભ લઇ તેનો હાથ પકડી ઘરની પાછળના ભાગે લઇ ગયો હતો. જયાં એકાંતનો ગેરલાભ લઇ અશ્લીલ હરકત કરી હતી. જો કે બાળાએ યુવાનની હરકતનો પ્રતિકાર કરી ત્યાંથી ભાગી ગઇ હતી. અને ગત રોજ આ સમગ્ર ઘટના અંગે માતાને જણાવ્યું હતું.
માતાએ પુત્રી સાથે અધમ કૃત્ય કરવાનો પ્રયાસ કરનારની શોધખોળ કર્યા બાદ સ્થાનિક સામાજીક કાર્યકરોની મદદથી પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે બાળા સાથે અશ્લીલ હરકત કરનાર સુરજ અરૂણ પાંડે નામના ઇસમની ધરપકડ કરી છે.
આરોપી અને બાળકીના પરિવાર સાથે ઝગડો થયા બાદ ઘટના સામે આવી
ઘટના અંગે પાંડેસરા પીઆઇ એ.પી. ચૌધરીએ જણાવ્યું હતું કે બાળકીના પરિવાર અને સુરજ પાંડે વચ્ચે પાંચેક દિવસ અગાઉ સામાન્ય બાબતમાં ઝઘડો થયો હતો અને ત્યાર બાદ સુરજે બાળાને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. બાળા સાથે અન્ય કોઇ અઘટિત ઘટના બની છે કે નહીં તે અંગેની તપાસ માટે મેડીકલ ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો છે.એ