• પિતરાઇ ભાઇ બહેન વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા પરિવારનો સમક્ષ લગ્નની માંગણી મુકી
  • પરિવારજનોએ રાહ જોવાનું કહ્યા બાત અચાનક બંન્નેએ એક જ હુકમાં ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું
  • કુમળી વયના યુવક- યુવતિએ જીવનનો અંતિમ નિર્ણય લેતા તેના કારણોની ભાળ મેળવવા પોલી તપાસ શરૂ
  • એક દીકરા અને એક દીકરીએ આપઘાતનું આ પગલું ભરી લેતા બંને પરિવારમાં શોકની લાગણી છવાઈ

WatchGujarat. સુરતમાં પિતરાઇ ભાઇ બહેન વચ્ચે પ્રેમ પાંગર્યા બાદ જીવન ટુંકાવવાની ઘટના સામે આવી છે. મામા-ફોઇના બાળકો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમસંબંધમાં હતા. પરિવારજનોને જાણ કરાતા લગ્ન માટે રૂપિયા ભેગા થતા સુધી રાહ જોવા જણાવ્યું હતું. ત્યાર બાદ પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. મોતનું કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર,  મૂળ યુપી વાસી અને હાલ સુરતના સચિન જી.આઈ.ડી.સી.માં આવેલી શીવાંજલિ સોસાયટી 19 સંતરામ રામસેવક નિસાદ તેના 4 ભાઈઓ સહીત 6 જણા સાથે એક જ રૂમમાં રહેતો હતો. સંતરામ જરી મશીન ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. ગતરોજ ઘરના તમામ સભ્યો કામ પર ગયા હતા. અને સાંજે સાત વાગ્યે મોટો ભાઈ ઇન્દર ઘરે આવ્યો હતો. અને ઘરમાં જોતા જ દરવાજો ખુલ્લો હતો અને ઘરની અંદર જોતા જ બંને પ્રેમી પંખીડા ફાંસો ખાધેલી હાલતમાં લટકી રહ્યા હતા. ડરના માર્યો તે ઘરની બહાર દોડી આવ્યો હતો. અને ત્યારબાદ પોલીસને જાણ કરી હતી. પરિવારમાં એકના એક પુત્ર અને પુત્રીએ જીવન ટુંકાવતા શોકનો માહોલ છવાયો.

લગ્ન કરાવવા માટે જીદ કરી હતી

મૃતકના મોટા ભાઈ ઇન્દરે પોલીસને જણાવ્યું હતું કે યુવતી અને તેનો નાનો ભાઈ બંને એક બીજાને લગભગ 4 થી 5 મહિનાથી ઓળખતા હતા. બંને એક બીજાના પ્રેમમાં હતા. યુવતી સાથે લગ્ન કરાવી આપવવા સંતરામે બે દિવસ પહેલા જીદ પણ કરી હતી. પણ રૂપિયા ભેગા થાય પછી મેં લગ્ન કરાવી દઈશું તેમ કહ્યું હતું.

દીકરી દોઢ મહિના પહેલા જ પહેલીવાર સુરત આવી હતી

તે જ સોસાયટીમાં રહેતી  સંતોષ (નામ બદલ્યું છે) સાથે સંતરામને પ્રેમ સબંધ હતો.  અને બંનેએ ઘરમાં જ ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતીના પિતા ગંગા ચરણે જણાવ્યું હતું કે તે ઘટના સ્થળથી 160 ફૂટ દુર જ રહે છે. તેમજ તે TFO ઓપરેટર તરીકે નોકરી કરે છે. તેમને સંતાનમાં એકની એક દીકરી હતી. આ બંને પરિવાર મૂળ યુપીનો છે. અને હું વતન જઈનેને બહેનને બંનેના લગ્નની વાત કરવાનો જ હતો. પરંતુ તે પહેલા જ બંનેએ આ પગલું ભરી લીધું હતું. વધુમાં યુવતીના પિતાએ જણાવ્યું હતું કે દીકરી સાથે આપઘાત કરી લેનાર મૃતક સંતરામ મારો ભાણો થાય છે. દીકરી દોઢ મહિના પહેલા જ પહેલી વાર સુરત આવી હતી. જો કે, બન્ને એક બીજાને વતનથી જ ઓળખતા હતા.

સમગ્ર મામલે પોલીસે તપાસ શરુ કરી

આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને બંનેના મોબાઈલ હાલ પોલીસે જપ્ત કર્યા છે. તેમજ કોઈ સુસાઈડ નોટ લખી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. પરંતુ એક દીકરા અને એક દીકરીએ આપઘાતનું આ પગલું ભરી લેતા બંને પરિવારમાં શોકની લાગણી છવાઈ ગયી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud