• 36 જીલ્લા પંચાયત અને 184 તાલુકા પંચાયત ની બેઠક માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ
  • બે જિલ્લા પંચાયત અને આઠ તાલુકા પંચાયત મળી 10 બેઠકો પર ભાજપ બિન હરીફ વિજેતા થઈ ચૂક્યું છે

WatchGujarat. ગુજરાતના છ મહાનગરપાલિકાનું ઇલેક્શન પૂર્ણ થયા બાદ આજે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે મતદાન વહેલી સવારથી શરૂ થયું છે. સુરત જિલ્લામાં મહિલા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં સુરત જિલ્લાની 210 બેઠકો માટે 555 ઉમેદવારો મેદાનમાં છે તેમની માટે 9.81 લાખ મતદારો ભાવિ નક્કી કરશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત સુરત મનપાના ઇલેક્શન બાદ હવે સુરતના જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે. વહેલી સવારે સાત વાગ્યાથી શરૂ થયેલા મતદાન પ્રક્રિયા સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. જેમાં 36 જીલ્લા પંચાયત અને 184 તાલુકા પંચાયત ની બેઠક માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. જે માટે કુલ 555 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

ઉમેદવારોનું ભાવિ સુરત જિલ્લાના નવ લાખ 81 હજાર 234 મતદારો ભાવિ નક્કી કરશે સુરત જિલ્લા પંચાયતની 36 બેઠકો પૈકી 34 બેઠકો માટે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. ઓલપાડ પિંજરત અને કામરેજ બેઠક બિન હરીફ જાહેર થઇ છે. જ્યારે 9 તાલુકા પંચાયત ની 184 બેઠકો પૈકી આઠ બેઠકો બિન હરીફ રહેતા 176 બેઠકો ઉપર જ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. આમ બે જિલ્લા પંચાયત અને આઠ તાલુકા પંચાયત મળી 10 બેઠકો પર ભાજપ બિન હરીફ વિજેતા થઈ ચૂક્યું છે.

તાલુકા પંચાયતની ચુંટણીમાં મતદાન અંગેની તૈયારી

9 તાલુકાઓ માટે ચૂંટણી કામગીરી માટે કુલ 1180 મતદાન મથકો નોંધાયા છે જેમાં 1180 પ્રિસાઇડિંગ ઓફિસર, 125 રિઝર્વ પ્રિસાઇડિંગ ઓફિસર, 1,180 આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ અને 127 રિઝર્વ આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરો, 3,231 પોલિંગ ઓફિસર, 245 રિઝર્વ પોલિંગ ઓફિસરો, 1,180 પ્યુન તેમજ 101 રિઝર્વ સ્ટાફ ફરજ ઉપર તહેનાત હતો.

11 વાગ્યા સુધીમાં 8 ટકા મતદાન નોંધાયું

જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ના મતદાન પ્રક્રિયામાં ગામના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો મહાનગરપાલિકાના મતદાન કરતા ગામડાઓના મતદાન મથકમાં મતદારોમાં સારી જાગૃતતા જોવા મળી હતી વહેલી સવારે સાત વાગ્યાથી શરૂ થયેલા મતદાન મથકોમાં દરેક સેન્ટર ઉપર મતદારોની મતદાન માટે કતાર જોવા મળી હતી ત્યારે 11 વાગ્યા સુધીમાં જ સુરત જિલ્લા તાલુકા પંચાયતનું 8 ટકા જેટલું મતદાન નોંધાઈ ચૂક્યું હતું જોકે બપોર સમય દરમ્યાન આ મતદારોમાં થોડો ઓછો ઘસારો નોંધાયો હતો પરંતુ શહેર કરતાં ગામડાઓના મતદારોમાં સ્વયંભૂ મતદાન માટે ભારે ધસારો જોવા મળ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud