• ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવા અને એફિડેવિટ કરી હોવા છતાં ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ ન કરતા તંત્રની સૌથી મોટી કાર્યવાહી
 • ફાયર સુરક્ષાને મહત્વ ન આપનારા લોકો માટે ઉદાહરણીય કામગીરી
 • તંત્રની મેગા ડ્રાઇવની સર્વત્ર સરાહના

#Surat - સૌથી મોટી કાર્યવાહી : ડિપાર્ટમેન્ટ દ્વારા ફાયર સેફ્ટીના જરૂરી સંસાધનો ન ધરાવતી 1,506 દુકાનો સીલ કરી

WatchGujarat. Surat – ફાયર વિભાગ દ્વારા મોડી રાત્રે શહેરમાં મોટી કાર્યવાહી હાથ દરવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવા અને એફિડેવિટ કરી હોવા છતાં ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ ન કરતા ફાયર વિભાગ દ્વારા આશરે 1506 દુકાનો ને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

#Surat - સૌથી મોટી કાર્યવાહી : ડિપાર્ટમેન્ટ દ્વારા ફાયર સેફ્ટીના જરૂરી સંસાધનો ન ધરાવતી 1,506 દુકાનો સીલ કરી

કોરોના કાળમાં કોવિડ હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના સામે આવ્યા બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. અગાઉ ફાયર સેફ્ટીના જરૂરી સંસાધનો ન ધરાવતી દુરાનોને નોટીસો ફટકારવામાં આવી હતી. ગતરોજ સુરતમાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીના અભાવના કારણે માર્કેટ-કોમ્પલેક્ષની 1,506 દુકાનો સીલ કરવામાં આવી છે. અને ડ્રીમ હોન્ડા સિટી શો રૂમને પણ સીલ કરી દેવામાં આવ્યો છે. ફાયર વિભાગ દ્વારા રાત્રે 12 વાગ્યા બાદથી અંબાજી રોડ પર આવેલી માર્કેટ અને કોમ્પલેક્ષમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. #Surat

ફાયર અને ઇમરજન્સી સર્વિસ વિભાગ દ્વારા અગાઉ નોટિસ આપવા અને તેઓ દ્વારા રજુ કરવામાં આવેલ એફિડેવિટ તેમ છતાં ફાયર સેફ્ટી સુવિધા ઉપલબ્ધ ન કરાવવા બદલ આજરોજ સિલીંગ ની કાર્યવાહી નીચે મુજબ ના એકમોમાં કરવામાં આવી છે.

#Surat - સૌથી મોટી કાર્યવાહી : ડિપાર્ટમેન્ટ દ્વારા ફાયર સેફ્ટીના જરૂરી સંસાધનો ન ધરાવતી 1,506 દુકાનો સીલ કરી

 • અંબાજી માર્કેટ – 650 દુકાનો સીલ
 • ન્યુ અંબાજી માર્કેટ – 80 દુકાનો સીલ
 • મધુસુદન હાઉસ – 100 દુકાનો સીલ
 • શંકર માર્કેટ – 110 દુકાનો સીલ
 • મનીષ માર્કેટ – 200 દુકાનો સીલ
 • પેરીસ પ્લાઝા ભેસ્તાન – 54 દુકાનો સીલ
 • ડ્રીમ હોન્ડા સિટી શો રૂમ
 • વખારિયા ટેક્સટાઇલ માર્કેટ – 40 દુકાનો સીલ
 • ગૌતમ ટેક્સટાઇલ માર્કેટ – 80 દુકાનો સીલ
 • તીર્થ કોમ્પલેક્ષ – વરાછા – 6 હોલ સીલ
 • અમોરા આર્કેડ- કતારગામ – 91 દુકાનો સીલ
 • રાધિકા પોઇન્ટ – કતારગામ – 95 દુકાનો સીલ
More #Fire #department #mega-drive #seal #hundreds #shop #not having #Fire safety #Surat news #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud