• સુરતના પાંડેસરા વિસ્તારમાં બનેલી કરૂણ ઘટના
  • ધો.10ની વિદ્યાર્થીનીએ ઓનલાઇન શિક્ષણથી હતાશ થઇ મોડી રાત્રે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું
  • બાળકીના પિતાની શાળાચંલકો અને સરકારને અપીલ બાળકોની માનસ્કિ સ્થિત પર ધ્યાન આપો

સુરત. ઓનલાઇન અભ્યાસે એક વિદ્યાર્થીનો ભોગ લીધો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી ધોરણ 10ની વિદ્યાર્થીની 14 વર્ષીય આકાંક્ષા તિવારીએ ઓનલાઇન અભ્યાસથી કંટાળી ને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. વિદ્યાર્થીની પાંડેસરામાં જ આવેલી ડિસન્ટ ચાઈલ્ડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી. છેલ્લા સાત મહિના કરતા વધુ સમયથી કોરોના અને લોકડાઉન ને કારણે શાળાઓ બંધ રહેતા શાળા દ્વારા ઓનલાઇન અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે.

પરંતુ વિદ્યાર્થીનીની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે પિતા પાસે ફક્ત એક જ ફોન હતો, જેને પણ તેઓ નોકરીએ લઈ જતા હતા. જેથી શાળા દ્વારા અપાતા ઓનલાઇન અભ્યાસમાં વિદ્યાર્થીની પૂરતું ધ્યાન આપી શકતી ન હતી. એક જ મોબાઈલ હોવાને કારણે ઓનલાઈન અભ્યાસમાં બાળકી ધ્યાન પરોવી શકતી નહોતી. જેની ફરિયાદ વિદ્યાર્થિનીએ તેના પિતાને વારંવાર કરી હતી. ઓનલાઇન અભ્યાસને કારણે ચિંતિત આ વિદ્યાર્થિનીએ શનિવારે મોડી રાત્રે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. વિદ્યાર્થીનીના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો છે.

બાળકીના પિતા શિવશંકર તિવારી તરફથી શાળાસંચાલકો અને સરકારને એક વિનંતી કરવામાં આવી છે કે, ઓનલાઈન અભ્યાસને કારણે ઘણા વિદ્યાર્થીઓને હેરાન થવાનો વારો આવ્યો છે. જે લોકોની આર્થિક સ્થિતિ ખરાબ છે અથવા જેઓ પાસે મોબાઈલ કે ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ નથી, તેવા વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડતા તેમની માનસિક સ્થિતિ ભાંગી રહી છે. જેનો ભોગ તેમની દીકરી બની છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud