સુરત શહેરમાંથી ટુંક સમય પહેલા જ રૂ. 1 કરોડ ઉપરાંતની કિંમતનો એમ.ડી ડ્રગ્સનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો
એમ.ડી ડ્રગ્સ મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા મુંબઇ કનેકશન બહાર આવ્યું હતુ.
ત્યારબાદ સુરતના રવીતેજ ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં ગાંજાના છોડ મળી આવતા પોલીસ તપાસની ધમધાટ શરૂ
ગાંજાના ઝાડ કોણે રોપ્યાં, તેનો ઉપ્યોગ કોના દ્વારા કરવામાં આવતો તેવા પ્રશ્નના જવાબ હજી અકબંધ
સુરત. તાજેતરમાંજ સુરત શહેરમાંથી રૂપિયા એક કરોડ ઉપરાંતનો એમ.ડી ડ્રગ્સનો પોલીસે ઝડપી પાડ્યો હતો. આ મામલે પોલીસ તપાસ દરમિયાન મુંબઇ કનેકશન બહાર આવ્યું હતુ. એમ.ડી ડ્રગ્સનો કાળો કારોબાર ચલાવનાર પાંચથી વધુ શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારે હવે સુરતના રવીતેજ ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં ઠેર-ઠેર ગાંજાના છોડ ઉગાડી રીતસરની ખેતી કરવામાં આવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે.
સુરતના ભટાર રોડ ઉપર આવેલ રવીતેજ ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં ઠેર-ઠેર ગાંજાના છોડ રોપી રીતસરની ખેતી કરવામાં આવી રહી હોઈ તેવા દ્રશ્યો આજે સામે આવ્યાં છે. જોકે ગાંજાના છોડ કોણે ઉગાડ્યાં ? આ નશીલા પદાર્થનુ સેવન કોન કરી રહ્યું હતુ ? યુવા પેઢીને ખોખરૂં કરવાનુ કાવતરૂ કોના દ્વારા ઘડવામાં આવી રહ્યું છે. તે અંગે હજી સુધી કોઇ ચોક્કસ માહિતી મળી નથી. પરંતુ આ ગંભીર બાબત પોલીસના ધ્યાને આવતા ઉપરોક્ત તમામ પ્રશ્નો પર તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.
ટુંક સમય પહેલા જ સુરત શહેરમાં 1 કરોડથી પણ વધુનું એમ.ડી.ડ્રગ્સ ડુમસથી પકડાયુ હતું. શહેરમાં આટ્લો મોટો ડ્રગ્સનો કન્સાઈનમેન્ટ પકડતા અનેક સવાલો ઉભા થાય છે કે સુરતમાં કઈ હદ સુધી નશાનો કારોબાર ચાલતો હશે ? આ મામલે પોલીસે તપાસ કરતા મુંબઇ કનેક્શન બહાર આવ્યું હતુ.
જોકે રવીતેજ ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં ઠેર-ઠેર માદક પીણું એવો ગાંજો કોણ ઉગાડી રહ્યું છે તેની જાણકારી અહીં વેપાર કરતા વેપારીઓને પણ નથી. પરંતુ ગાંજાના છોડ જોઇ તેઓ પણ અચંભામાં પડી ગયા હતા. જો સ્થાનિક પોલીસ ગાંજાના છોડની ખેતી અંગે ઊંડાણપૂર્વક તપાસ કરે તો વધુ ચોંકવનારી વિગતો સામે આવી શકે તેમ છે.
https://twitter.com/watchgujarat/status/1312706783752855552?s=21