ગેંગના 11 સાગરીતો સામે ગુનો નોંધાયો
પહેલા આસીફ ટામેટા ગેંગ સામે પણ ગુનો નોંધાયો હતો
WatchGujarat. સુરતમાં આંતક મચાવી રહેલી લાલુ જાલિમ ગેંગ સામે ગુજ્સીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ ગેંગના 11 સાગરીતો સામે ગુનો નોંધ્યો છે. જેમાં ત્રણ લોકોની પોલીસે હાલ ધરપકડ કરી લીધી છે. આ ગેંગ સામે અત્યાર સુધી 94 ગંભીર પ્રકારના ગુના નોંધાયા છે. દક્ષિણ ગુજરાતમાં ગુજ્સીટોક હેઠળ આ બીજો ગુનો નોંધાયો છે. આ પહેલા આસીફ ટામેટા ગેંગ સામે પણ ગુનો નોંધાયો હતો
સુરતમાં આંતક મચાવી રહેલી લાલુ જાલિમ ગેંગ પર હવે સુરત પોલીસે લાલ આંખ કરી છે. સુરત પોલીસે આ ગેંગ સામે તાજેતરમાં અમલવારી કરેલ ગુજરાત આંતકવાદ અને સંગઠિત ગુના નીયંત્રણ અધિનિયમ એક્ટ 2015 એટલે કે ગુજ્સીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગેંગનો મુખ્ય સુત્રધાર અમિત ઉર્ફે લાલુ જાલિમ મહેન્દ્રસિંગ રાજપૂત છે. તેના કુલ 11 સાગરીતો સામે આ ગુનો નોંધાયો છે. #GUJCTOC
પોલીસે હાલ આ ગેંગના 20 વર્ષીય શિવમ ઉર્ફે ફેનિલ ઉર્ફે રાજાસિંહ અમરસીહ રાજપૂત, નીલેશ ઉર્ફે મીયો દિલીપભાઈ અવચિતે અને જગદીશ ઉર્ફે ભાઉ ચોટલીની ધરપકડ કરી છે. ઉપરાંત આ ગેંગનો એક સાગરીત શૈલેન્દ્ર ઉર્ફે શાહરૂખ કલ્લન શર્મા હાલ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે કેદ છે. આ ગેંગ સામે સુરત સીટી અને સુરત જીલ્લામાં 94 જેટલા ગુના નોંધાયા છે. જયારે બાકીના અન્ય આરોપીને પકડવા માટે પોલીસે ક્વાયત શરુ કરી છે. વધુમાં આ ગેંગના સભ્યો સામે લુટ, ખંડણી, હત્યા, હત્યાની કોશિશ, અપહરણ, ત્રાસ, આમર્સ એક્ટ, એટ્રોસીટી સહિતના ગંભીર પ્રકારના ગુનાઓ આચરેલા છે. #GUJCTOC
મુખ્ય સુત્રધાર અમિત ઉર્ફે લાલુ જાલિમ 3 વખત જુદી જુદી જેલમાં પાસા હેઠળ તેમજ એક વખત તડીપારના અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. અન્ય સાગરિત નીલેશ ઉર્ફે મીયો દિલીપભાઈ સામે 1 વખત પાસા હેઠળ તેમજ 1 વખત તડીપારના પગલા લેવામાં આવ્યા છે. તેમજ જગદીશ ઉર્ફે ભાવ ચોટલી, આશિષ ઉર્ફે ચીકનો નીકુજ ચૌહાણ સામે પણ પાસા કરવામાં આવ્યા છે. આ ગેંગ સામે સૌથી વધુ ગુના અમરોલી અને કતારગામ પોલીસ મથકમાં નોંધાયા છે. #GUJCTOC
પોલીસે આ ગેંગના 11 સાગરીતો સામે ગુનો નોંધ્યો છે. જેમાં ત્રણ પકડાયા છે. એક જેલમાં છે. જયારે ફરાર અન્ય આરોપીઓને પોલીસે પકડવાની તીજ્વીજ શરુ કરી છે. વધુમાં સુરત પોલીસ કમિશનરે લોકોને અપીલ કરી છે. કે જો ગુનેગારની જાણ આપને હોય તો ડર રાખ્યા વિના પોલીસને જાણ કરો. પોલીસ આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરશે.
More #Hardcore #Criminal #booked #under #law-of #organized-crime #GUJCTOC #Surat news