• ફાર્મ હાઉસમાં હાજર લોકોમાં માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સીંગનો અભાવ જોવા મળ્યો હતો
  • વિડીયો વાઇરલ થતા ગ્રામ્ય પોલીસ દોડતી થઇ હતી
  • અગાઉ પાસના નેતા અલ્પેશ કથીરિયાના બર્થડે પાર્ટીની ઉજવણીનો વિડીયો વાઇરલ થતા પોલીસ હરકતમાં આવી હતી

#Surat - ફાર્મહાઉસમાં પંટરો જોડે બર્થડે પાર્ટીની ઉજવણી સુર્યા બંગાળીને ભારે પડી, પોલીસે કરી ધરપકડ

WatchGujarat. શહેરના ગોપીપુરા વિસ્તારના માથાભારે સુર્યા બંગાળીએ સુરત જીલ્લામાં આવેલા એક ફાર્મ હાઉસમાં બર્થ ડે સેલીબ્રેશન કર્યું હતું. જો કે સેલીબ્રેશનમાં હાજર લોકોએ માસ્ક પણ ન હોતું પહેર્યું અને સોશિયલ ડીસ્ટન્સનો અભાવ પણ જોવા મળ્યો હતો. આ વિડીયો વાયરલ થતા પોલીસ દોડતી થઇ હતી. અને સુર્યા બંગાળી અને તેના પંટરોની ધરપકડ કરી છે.

સુરતમાં ત્રણ દિવસ અગાઉ પાસના નેતા અલ્પેશ કથીરિયાએ સુરત જીલ્લાના કોસમાડી ગામ ખાતે જન્મદિવસની ઉજવણી કરી હતી. જો કે તેમાં ગાઈડ લાઈનનો ભંગ થતા પોલીસ દોડતી થઇ હતી. અને આ મામલે ગુનો નોંધી અલ્પેશ કથીરિયા સહિતનાઓની અટકાયત કરી હતી. તેમજ 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા. જો કે ત્યારબાદ સુરતમાં ટોપોરીગીરી કરતા અને માથાભારેની છાપ ધરાવતા સુર્યા બંગાળીએ સુરત જીલ્લામાં આવેલા એક ફાર્મ હાઉસમાં જન્મદિવસની ઉજવણી કરી હતી.

જન્મદિવસની આ ઉજવણીનો વિડીયો શોસ્યલ મીડિયામાં વાયરલ થયો છે. વાઇરલ વિડીયોમાં જોઈ શકાય છે કે, હાજર લોકોએ માસ્ક પણ નથી પહેર્યા અને સોશિયલ ડીસ્ટન્સનો અભાવ પણ છે. આ વિડીયો વાયરલ થતા હવે પોલીસ દોડતી થઇ હતી.

સુરજ ઉર્ફે સૂર્યા બંગાળી વિશ્વનાથ બસક(28) વિકટોરિયા વિલાના બંગલા નંબર 22ના માલિકે ફાલ્ગુન મેથિવાલાએ બે દિવસ સૂર્યાને ભાડે આપ્યો હતો. જેમાં તેણે બર્થડેની ઉજાણી કરી હતી. ઓલપાડ પોલીસે સૂર્યા બંગાળી, પવન જગદીશ પટેલ, સંજય વાલજી દાવરા, પ્રતિક રાકેશ સોલંકી, નરેશ રમેશ મોટવાણી, બંગલાના માલિક ફાલ્ગુન મેથિવાલા ની ધરપકડ કરી છે.

More #સુર્યા બંગાળી #birthday #celebration #Video #Viral #police #arrest #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud