• રાજ્યમાં આંશિક લોકડાઉન લાગુ કર્યા બાદ કોરોનાના કેસોમાં આંશિક ઘટાડો થયાનો દાવો
  • રાજ્યમાં હાલ કોરોના કર્ફ્યુ સહિતના નિયમો લાદી દેવામાં આવ્યા છે
  • મહામારી સમયે અગમચેતીના ભાગરૂપે સતત સેવારત પોલીસ કર્મીઓના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા

Watchgujarat. સુરત શહેરમાં કોરોના નું જોર તો ઓછો થયું છે. તેની સામે સુરત મહાનગરપાલિકા નું આરોગ્ય વિભાગ કોઈપણ પ્રકારની કચાશ રાખવા માગતી નથી. ફ્રન્ટલાઈન વોરિયર્સ કહેવત એવા પોલીસ કર્મીઓનું આજે પોલીસ કમિશનર ઓફિસમાં કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં 40 જેટલા જવાનોએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.

સુરત શહેરમાં અઘોષિત લોકડાઉન બાદ કોરોનાના કેસો માં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. તેની સાથે સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા મોલ મલ્ટીપ્લેક્સ અને માર્કેટો બંધ કરવામાં આવ્યા હતા. સુરતમાં વધી રહેલા સતત કોરોના ના કેસોના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ અઠવાડિયાથી સુરતમાં તમામ ધંધા-રોજગાર બંધ છે. અને તેના પરિણામે સુરતમાં વધતા કોરોના ના કેસો પર નિયંત્રણ મેળવી શકાયું છે, તેમ જોવા મળી રહ્યું છે. એક સમયે શહેરની પરિસ્થિતિ એ હદે વણસી હતી કે, શહેરમાં કોઈપણ સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે બેડ અવેલેબલ ન હતા.

સુરત શહેરમાં તમામ ધંધાઓ અને રોજગાર બંધ વચ્ચે સરકારી કચેરીઓ ચાલુ છે. અને તેમાં પણ ખાસ વાત કરીએ તો જેમના માથે શહેરની સુરક્ષાની જવાબદારી હોય તેવા પોલીસ કર્મીઓ સતત કામગીરીમાં વ્યસ્ત છે. સતત લોકોના સંપર્કમાં રહેતા અને કોરોના કાળમાં રાત દિવસ પોતાની ફરજ નિભાવતા પોલીસ કર્મીઓના સ્વાસ્થ્યની ચિંતા થવું સ્વાભાવિક છે. પોલીસ કમિશ્નર અને મ્યુનિસિપલ કમિશ્નરના આદેશ બાદ આજે પોલીસ કમિશનર કચેરી ખાતે તમામ પોલીસ કર્મીઓનું કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કમિશ્નર કચેરીમાં આજે 40 જેટલા SRP અને પોલીસ જવાનોનાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં તમામ ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. અને બીજા રિપોર્ટ RTPCR માટે અલગથી સેમ્પલ લઇ મોકલી આપવામાં આવ્યા છે. પોલીસ કર્મીઓમાં કોરોનાના કોઈ લક્ષણો છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી હતી.

બદલાતા સમયમાં કોરોનાના લક્ષણો પણ બદલાયા છે. તેવામાં એક સ્વસ્થ દેખાતું વ્યક્તિ ને પણ કોરોના હોઈ શકે છે જેથી કોર્પોરેશન દ્વારા વધુમાં વધુ લોકોનો ટેસ્ટ કરાવે તેવી અપીલ કરવામાં આવે છે. જે પોલીસ કર્મીઓને કોઈપણ પ્રકારના કોરોના લક્ષણો ન હતા, તેમના પણ ટેસ્ટ તકેદારીના ભાગ રૂપે કરવામાં આવ્યા છે. જેથી કોઈનામાં સંક્રમણ હોય અને તેના લક્ષણો ના દેખાતા હોય અને તે સંક્રમણ બીજા પોલીસ કર્મીઓમાં ના ફેલાય તે હેતુથી પોલીસ કર્મીઓનું કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud