• પાંડેસરામાં રહેતી યુવતીને ચારેક વર્ષ અગાઉ તેની ફ્રેન્ડના પતિના મિત્ર એવા ટીઆરબી જવાન દિપેન્દ્ર ઉર્ફે દિપક કમલસીંગ સાથે પરિચય થયો
  • આખરે યુવતીએ તેના પ્રેમનો એકરાર કર્યો હતો. બાદમાં બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો

#Surat - મેં તુમ્હે બહોત પ્યાર કરતા હું, જેવી ફિલ્મી લાઇનો બોલી TRB જવાને યુવતીને ફસાવી, ગર્ભવતી બનાવ્યા બાદ તરછોડી
WatchGujarat. પ્રેમમાં પાગલ બનતી યુવતીઓ માટે એક લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતના પાંડેસરામાં યુવતીને એક ટીઆરબી જવાને યુવતીને પ્રપોઝ કર્યો, બંને પ્રેમમાં પણ પડ્યા, બાદમાં એકાંત માણ્યું, યુવતી ગર્ભવતી બની. લગ્ન પણ કર્યા પણ અપનાવવાના બદલે તરછોડી દીધી હતી. આ સમગ્ર મામલે યુવતીએ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે #TRB

કેટલીક વાર પ્રેમમાં પાગલ બની યુવતીઓ ન કરવાનું કરી બેસે છે અને બાદમાં તે પાછળથી પછતાય છે. અને આવું જ કાંઇક સુરતમાં બન્યું છે. સુરતના પાંડેસરામાં રહેતી યુવતીને ચારેક વર્ષ અગાઉ તેની ફ્રેન્ડના પતિના મિત્ર એવા ટીઆરબી જવાન દિપેન્દ્ર ઉર્ફે દિપક કમલસીંગ સાથે પરિચય થયો હતો. #TRB

દિપેન્દ્રએ યુવતી સમક્ષ પ્રેમનો એકરાર કરતા કહ્યું હતું કે, મૈ તુમ્હે બહોત પ્યાર કરતા હું, મૈ તુમ્હારે બિના નહીં રહે શકતા, મૈ તુમશે શાદી કરના ચાહતા હું, મૈ તુમ્હારે બિના મર જાઉંગા એમ કહ્યું હતું. જો કે આખરે યુવતીએ તેના પ્રેમનો એકરાર કર્યો હતો. બાદમાં બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો, બંને ફરવા ફરવા પણ જતા હતા. આ દરમ્યાન બંનેએ એકાંત પણ માણ્યું હતું. ત્યાર બાદ યુવતી ગર્ભવતી બની હતી. #TRB

યુવતી ગર્ભવતી બનતા યુવતીએ આ વાતની જાણ દીપેન્દ્રને કરી હતી. પરંતુ યુવતી સાથે લગ્ન કરીને ઘરમાં લાવવાના બદલે દીપેન્દ્રએ બહાના કાઢવાના શરુ કર્યું હતું. દીપેન્દ્ર યુવતીને કહેતો હતો કે ઘરમાં મોટાભાઈના લગ્ન ના થાય ત્યાં સુધી ઘરમાં વાત કરવી યોગ્ય નથી, આવા અનેક બહાના તે બનાવતો હતો. દરમિયાનમાં યુવતી ગર્ભવતી હોવાની જાણ તેની માતાને થતા દિપેન્દ્ર અને યુવતી એ મંદિરમાં લગ્ન કરી લીધા હતા. ગત જાન્યુઆરી મહિનામાં યુવતી એ પુત્રને જન્મ આપ્યો હતો. આ અરસામાં બિપીનના લગ્ન થઇ જતા પરિવારને લગ્નની જાણ કરવા યુવતી એ દિપેન્દ્રને કહ્યું હતું. જોકે, દિપેન્દ્રએ આ બાબતે યુવતી સાથે ઝઘડો કરી માર માર્યો હતો અને કાકા-કાકી સાથે સુરતથી વતન ચાલ્યો ગયો હતો અને પરિવારને જાણ કરી ન હતી. #TRB

યુવતીએ ફોટા અપલોડ કરતા મામલો બહાર આવ્યો

યુવતીએ મંદિરમાં કરેલા લગ્નના ફોટા શોશ્યલ મીડિયામાં અપલોડ કર્યા હતા.જેમાં ટીઆરબી જવાનના પિતા પણ ફ્રેન્ડ લીસ્ટમાં હતા. પોતાના પુત્રના લગ્ન થઇ ગયા હોવાની જાણ પણ તેમને આ ફોટા જોઈને થઇ હતી. આ ઘટના બાદ દીપેન્દ્રએ યુવતીને ધમકાવી હતી. અને તારા કારણે ઘરમાં જાણ થઇ ગયી છે. હજુ ઘરમાં બહેનના લગ્ન બાકી છે તેવી વાત કરી ધમકીઓ આપતો હતો. એટલું જ નહી દીપેન્દ્રના ભાઈ બિપીને યુવતી ને ફોન પર તું મેરે ભાઇ કો છોડ દે નહીં તો તું અપને જાન સે હાથ ધો બેઠેગી, તુને જબરજસ્તી શાદી તો કર લી લેકિન અબ તું પછતાયેગી. દિપેન્દ્રએ તરછોડી દેવા ઉપરાંત પુત્રને હાર્ટમાં કાણું હોવાથી છેવટે યુવતી એ દિપેન્દ્ર અને તેના ભાઇ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.

More #TRB #officer #abended #pregnant #lady #FIR #Surat news #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud