• આવતી કાલે નગર પાલિકાની ચુંટણીમાં મતદાન બાદ જિલ્લા-તાલુકા પંચાયતની ચુંટણી માટે પુરજોશમાં કામગીરી ચાલશે
  • જિલ્લા પંચાયતના ઉમેદવારોના પ્રચારાર્થે ધારાસભ્ય કુડસદ ગામે ગયા હતા
  • સ્થાનિક લોકોએ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મુકેશ પટેલનો વિરોધ ગામમાં ખોદાયેલા તળાવને લઈને કર્યો

WatchGujarat. સુરત જિલ્લાના કુડસદ ગામે જિલ્લા પંચાયતના ઉમેદવારો માટે પ્રચાર કરવા ગયેલા ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલનો ગામ લોકોએ વિરોધ કર્યો હતો. ગામના ટાઉનહોલમાં ભારતીય જનતા પાર્ટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.  સ્થાનિક લોકોએ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મુકેશ પટેલનો વિરોધ ગામમાં ખોદાયેલા તળાવને લઈને કર્યો હતો.

સ્થાનિક લોકોનો વિરોધ હતો કે પોતાના ગામની અંદર ખોદાયેલા તળાવની માટી બીજા સ્થળ ઉપર કેમ લઈ જવામાં આવી હતી. અંદાજે 15 ફૂટ કરતાં વધારે ઊંડું તળાવ ખોદવામાં આવ્યું હતું. નિયમ મુજબ જે ગામમાં તળાવ ખોદવામાં આવે તેની માટી ગામમાં રહેવી જોઈએ અન્ય જગ્યાઓ પર તેને લઈ શકાતી નથી. જેને લઇને ગામલોકો દ્વારા સરકારી અધિકારીઓને અને ધારાસભ્યોને વારંવાર રજૂઆત કરી હતી. પરંતુ તે બાબતે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નહીં.

 

ખોટી રજૂઆત કરી રહ્યા હોવાનું કહેતા મામલો ઉગ્ર બન્યો

ગામ લોકોનો ઉગ્ર વિરોધ થતાં ધારાસભ્ય મુકેશ પટેલ પોતે વિરોધ કરવા આવેલા વ્યક્તિઓને ખોટી રજૂઆત કરી રહ્યા છે એ પ્રકારની વાત કરતાં મામલો ઉગ્ર બન્યો હતો. તળાવ ખોદવા દરમિયાન જે માટે નીકળી હતી તે કોના ઇશારે અન્ય સ્થળો ઉપર લઈ જવાય છે.તેની કેમ તપાસ કરવામાં આવી નથી એ પ્રકારના શાબ્દિક પ્રહારો સાથો આક્ષેપો કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ સ્થળેથી મુકેશ પટેલે નીકળી જવાનું મુનાસીબ માન્યું

મુકેશ પટેલ અને સ્થાનિક લોકો વચ્ચે ભારે શાબ્દિક ટપાટપી થઈ હતી. કૂવા તળાવ ખોદવાને લઈને ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સ્થાનિક લોકોએ વહીવટી તંત્ર ઉપર અને ધારાસભ્યો ઉપર લગાવ્યા હતા. લોકોનો મુડ પારખી ગયેલા ધારાસભ્યએ સ્થળ છોડી દેવનું મુનાસીબ માની ત્યાંથી જતા રહ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud