• પોતાની લેન છોડીને બીજી લેનમાં ગાડી ચલાવતા ટ્રકને રોકવા પોલીસે દંડો ઉંચો કરી ઇશારો કર્યો
  • ચાલકે સમયસર ટ્રક નહિ ઉભો કરતા કાચ તુટ્યો
  • નુકશાન થવા બાદ ચાલક તલવાર લઇને બહાર આવ્યો અને પોલીસ જોડે દુર્વ્યવહાર કર્યો
  • સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

WatchGujarat. નવસારીના ટોલનાકા પર પોલીસ દ્વારા રૂટિન ચેકિંગની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન પોલીસે એક ટ્રક ડ્રાઇવરને દંડો બતાવી ઉભો રહેવા માટે ઈશારો કર્યો હતો. પરંતુ ટ્રક ડ્રાઈવરે ટ્રક ઉભી રાખી ન હતી. પોલીસે દંડો ઉપર કરતા ટ્રક નો કાચ તૂટી ગયો હતો. જેથી ઉશ્કેરાયેલા ટ્રક ડ્રાઇવર હાઈવે ની વચ્ચોવચ ટ્રક ઉભી રાખીને ટ્રક માંથી તલવાર કાઢીને પોલીસ ની પાછળ દોડ્યો હતો. આ ઘટનામાં થોડાક સમય માટે ટોલ પ્લાઝા પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, અમદાવાદથી મુંબઈ જઈ રહેલા હાઈવે પર પોલીસ ફરજ બજાવી રહી હતી. દરમિયાન ટ્રકને પોલીસે ગાડી ઉભી રાખવા માટે ઇશારો કર્યો હતો. પરંતુ ડ્રાઇવર બરગતે ગાડી ઊભી રાખી ન હતી. જેથી ફરજ પર ઉપસ્થિત પોલીસ કર્મીએ ટ્રક સામે દંડો ઉપર કરી ડ્રાઈવરને ગાડી ઉભી રાખવા માટે કહ્યું હતું. પરંતુ ટ્રક ડ્રાઇવરે ગાડી ઊભી ન રાખી હતી. જેથી દંડો ટ્રક ના કાચને લાગતા ટ્રક નો કાચ તૂટી ગયો હતો. જેથી ડ્રાઇવર ઉશ્કેરાઈ ગયો હતો. અને ટ્રક હાઈવે ની વચ્ચે વચ્ચે ઉભી કરી દીધી હતી અને ટ્રકમાં રહેલી તલવાર લઈને નીચે ઊતર્યો હતો. અને પોલીસને ધમકી આપતા વિડીયો વાયરલ થયો હતો. ટ્રક ડ્રાઇવરે તલવાર પોલીસ સામે  તલવાર તાકીને કહ્યું કે, મારા કાચના રૂ. 300 આપી દે, નહિ તો તારી ગાડી સળગાવી દઇશ.

આ મામલે પોલીસ હેડક્વાટરના Dy SP બી એસ મોરીએ જણાવ્યું હતું કે, ટ્રક ડ્રાઇવર બરગત સિંહ હાઇવેના ફર્સ્ટ લેન માં પોતાનું વાહન ચલાવી રહ્યો હતો. નિયમ પ્રમાણે નેશનલ હાઈવેના ફર્સ્ટ લેનમાં ભારે વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેવામાં ટ્રક ડ્રાઇવર બરગત સિંહ પોતાનું વાહન ફર્સ્ટ લેનમાં ચલાવી રહ્યો હતો. જે નવસારી પોલીસના ધ્યાનમાં આવતા હાઇપર આગળ ટીમને ડ્રાઇવર બરગત સિંહ નું વાહન રોકવા માટે જણાવ્યું હતું. પરંતુ આ વાતથી ડ્રાઇવર ઉશ્કેરાઈને પોલીસ કર્મીઓ ઉપર તલવાર વડે હમલો હુમલો કરવાનો હતો. કંઇક અજુગતું બને તે પહેલા જ પોલીસે ડ્રાઈવરને પકડી પાડ્યો હતો

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

ડ્રાઇવર ના હાથમાં તલવાર જોઈએ થોડાક સમય માટે પોલીસ પણ ચકિત થઇ ગઇ હતી. ડ્રાઇવર સતત પોલીસ કર્મીઓને ગાળો આપી રહ્યો હતો. ડ્રાઇવરના હાથમાં તલવાર હોવાના કારણે પોલીસ કર્મીઓએ ડ્રાઇવરથી સુરક્ષિત દૂરી બનાવી રાખી હતી. ટ્રક ડ્રાઇવર ગાળો આપતા આપતા પોલીસ કર્મીઓનો વીડિયો પણ ઉતાર્યો હતો. સાથે જ ટ્રક ડ્રાઈવર ની આ હરકતો જોઈને લોકો પણ પોતાના મોબાઈલમાં આ ઘટના ને કેદ કરી રહ્યા હતા. પોલીસે આ વાતની જાણ કંટ્રોલરૂમમાં કરતા કંટ્રોલ રૂમમાંથી ચાર જેટલી પોલીસની ટીમો ટોલ પ્લાઝા પર પહોંચી ગઈ હતી. અને ટ્રક ડ્રાઇવરને ઘેરી લીધો હતો. આ સમગ્ર ઘટના કોઈ પિક્ચરનું શુટીંગ ચાલતું હોય તે રીતના દ્રશ્યો નવસારી ટોલ પ્લાઝા ખાતે સર્જાયા હતા. 20 મિનિટ સુધી ચાલી રહેલા હાઇવોલ્ટેજ ડ્રામા બાદ પોલીસે બરગત સિંહ ને પકડી પાડ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud