• થોડા દિવસો પહેલા 13 વર્ષના મોટાવરાછાના બાળકનું કોરોનાથી મોત થયું હતું
  • ટુંકાગાળામાં વધુ એક બાળકનું કોરોના પોઝીટીવ આવ્યા બાદ સારવાર દરમિયાન મોત થયાની ઘટના સામે આવી
  • બાળકના જન્મના ત્રીજા દિવસે પુત્રની તબિયત બગડતા તબિબિ પરીક્ષણ અને મેડીકલ રિપોર્ટ બાદ બાળક કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું – મૃતક બાળકના પિતા

WatchGujarat. કોરોના હવે બાળકોને પોતાના શિકાર બનાવી રહ્યો છે. નવજાત થી લઇના નાની ઉંમરના બાળકો મોટી સંખ્યામાં કોરોનાની બીજી વેવમાં સંક્રમીત થયા હોવાનું સામે આવ્યું હતું. મોટેરાની સાથે બાળકો પણ સંક્રમીત થવાને કારણે હવે સ્થિતી વધુ ચિંતાજનક બની છે. સુરતમાં કોરોનામાં સપડાતા બાળકોની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા 13 વર્ષના મોટાવરાછાના બાળકનું કોરોનાથી મોત થયું હતું. ત્યારબાદ આજે સુરત સિવિલ હોસ્પિટલમાં 14 દિવસના નવજાત માસૂમનું કોરોનાથી મોત થતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. રાજ્યમાં 14 દિવસના નવજાત બાળકનું કોરોનાની 11 દિવસની સારવાર બાદ મોતનો આ સંભવિત પ્રથણ કેસ માનમવામાં આવી રહ્યો છે.

જન્મના ત્રીજા દિવસે તબિયત લથડી

નવજાત બાળકના પિતા રોહિત વસાવા એ મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, બાળકના જન્મના ત્રીજા દિવસે પુત્રની તબિયત બગડી હતી. ત્યારે અમે તુરંત જ તેને વ્યારા લઈ ગયા હતા. જ્યાં તબિબિ પરીક્ષણ અને મેડીકલ રિપોર્ટ બાદ બાળક કોરોના પોઝિટિવ હોવાનું કહી અમને બાળક સાથે સુરત સિવિલ હોસ્પિટલમાં રીફર કરી દેવાયા હતા.

કિડની અને ખેંચની પણ બિમારી હતી

રોહિત વસાવાએ વધુમાં ઉમેર્યું હતું કે, સુરત સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતા પત્નીનો પણ રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો. જોકે એ અને હું બન્ને નેગેટિવ હોવાનું કહેવામાં આવ્યું હતું. ખેડૂત છીએ અને ખેતીવાડી કરી ગુજરાન ચલાવીએ છીએ. પ્રસૂતા રાજેશ્રીને આ બીજી પ્રસુતિ હતી. પહેલી પ્રસૂતિમાં દીકરીને જન્મ આપ્યો હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

મૃતક બાળકના પિતાએ વધુમાં ઉમેરતા કહ્યું કે, મારા નવજાત બાળકને કિડની અને ખેંચની બીમારી હતી. ત્યારબાદ આ બધી તકલીફો ઉભી થઇ હતી. બાળકનો રેપીડ ટેસ્ટ પોઝિટિવ હોવાનું તબીબે જણાવ્યું હતું. હાલ મૃતદેહ પોસ્ટ મોર્ટમ રૂમમાં મૂકવામાં આવ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud