• હોસ્પિટલમાં બાળક માટે ખાસ સુવિધા તૈયાર કરવામાં આવી હતી
  • તમામ પ્રયાસો બાદ 14 દિવસની બાળકીનું મોત થતા પિતા ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા
  • બાળકીને બચાવવા માટે પુર્વ મેયરે પ્લાઝમા ડોનટ કર્યા, ડોક્ટરોએ સ્થિતીને ધ્યાને રાખીને રેમડેસીવીર ઇન્જેક્શન આપ્યા
  • પિતાએ વરસતી આંખોએ કહ્યું, “દીકરીનું નામ યશ્વિનીબા પાડવાની ઇચ્છા હતી, પણ નામ નહોતું પાડ્યું ને તે જતી રહી

Watchgujarat. સુરતમાં 14 દિવસની બાળકીને જન્મના ત્રીજા દિવસે કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. માતાને કોરોના થયા બાદ બાળકી પણ સંક્રમણનો ભોગ બની હતી. બાળકીની સારવાર સુરતની ડાયમંડ હોસ્પીટલમાં ચાલી રહી છે. અને બાળકીને પ્લાઝમાની જરૂર પડતા પૂર્વ મેયરે પ્લાઝમા ડોનેટ પણ કર્યું હતું. પરંતુ આખરે બાળકીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. જે દીકરીનું હજુ નામ પણ માતા-પિતાએ પાડ્યું ન હતું. તે દીકરીનું તર્પણ કરવામાં આવતા માતા-પિતા અને તબીબો ચોધાર આંસુએ રડી પડ્યા હતા

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અને ખાસ કરીને સુરતમાં નવા સ્ટ્રેનનો કહેર વર્તાઈ રહ્યો છે. નવા સ્ટ્રેનમાં બાળકો અને મહિલાઓ વધુ સંક્રમિત થઇ રહ્યા છે. ત્યારે સુરતમાં એક 14 દિવસની બાળકી સંક્રમણનો ભોગ બન્યા બાદ તેઓનું અવસાન થયું છે. સુરતમાં ડાયમંડ એસોસિયેશન દ્વારા સંચાલિત હોસ્પિટલમાં કોરોનાથી સંક્રમિત થયેલા માત્ર 11 દિવસની બાળકીને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી હતી. બાળકીને રેમડેસિવિર ઇન્જેક્શન પણ અપાઈ રહ્યું હતું. હોસ્પિટલ નોન-કોવિડ હોવા છતાં બાળકના કિસ્સામાં ખાસ વ્યવસ્થા કરાઈ હતી. તબીબોએ જણાવ્યું હતું કે ડિલિવરીના 5 દિવસ બાદ શિશુનો એક્સ-રે લેવાતાં ડોક્ટરોને શંકા ગઈ હતી. એ પછી શિશુ અને માતાનો કોવિડ ટેસ્ટ કરવામાં આવતાં બંને પોઝિટિવ આવ્યાં હતાં.

માતા-પિતા ચોધાર આંસુએ રડી પડ્યા

બાળકીનો જન્મ થતા માતા-પિતામાં ખુશીની લહેર જોવા મળી હતી. ઘરેના સભ્યો ખુશ હતા પરંતુ જાણે પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેમ ૩ દિવસ બાદ બાળકીની તબિયત લથડી હતી. અને તેનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. બાળકીને બચાવવા માટે તબીબોએ ખુબ મહેનત કરી હતી. પરંતુ બાળકીને બચાવી શક્યા ન હતા. દીકરીને હાથમાં લેવા તરસી રહેલા પિતાની આંખો વરસી પડી, તેમણે કહ્યું, “દીકરીનું નામ યશ્વિનીબા પાડવાની ઇચ્છા હતી, પણ નામ નહોતું પાડ્યું ને તે જતી રહી ! હોસ્પિટલના ડોક્ટર્સ અને નર્સની આંખો પણ ભીની થઈ ગઈ હતી. તે જન્મી ત્યારે તેને હાથમાં ઊંચકી ન શક્યા. તે ગુજરી ગઈ ત્યારે તેને હાથમાં લઈ પિતા ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા. જે દીકરીનું કન્યાદાન કરવાનાં સપનાં જોયાં હતાં તેનું હવે તર્પણ કરવું પડશે, એ વિચારે સૌને ધ્રુજાવી મૂક્યા.

પુર્વ મેયરે પ્લાઝમાં ડોનેટ કર્યું હતું

બાળકીને સારવાર દરમ્યાન પ્લાઝમાંની જરૂર પડી હતી. જેથી આ સમાચાર પૂર્વ મેયર જગદીશ પટેલ સુધી પહોચ્યા હતા. જેથી તેઓ પણ બાળકીનો જીવ બચાવવા આગળ આવ્યા હતા. સંજોગો વસાહત પૂર્વ મેયર જગદીશ પટેલનું બ્લડ ગ્રુપ મેચ થતા તેઓએ બાળકી માટે પ્લાઝમા ડોનેટ કર્યું હતું.

અત્યાર સુધી ત્રણ બાળકોના મોત

સુરતમાં ખાસ કરીને બાળકો વધુ સંક્મિત થયા છે. બીજા વેવમાં નવજાતથી 10 વર્ષની ઉંમર સુધીનાં 286 બાળકોને કોરોના થયો છે.અને અત્યાર સુધી ૩ બાળકોના કોરોનાના કારણે નિધન થયું છે. જેમાં વરાછા સ્થિત રહેતા 11 વર્ષીય બાળક, ઉચ્છલનું 11 દીવસનું બાળક અને સુરતમાં 14 દિવસની બાળકીનું આજરોજ નિધન થયું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud